Love Jihad: જગવીર અને પૂજાના લગ્નને એક અથવા બે નહી પરંતુ પુરા 12 વર્ષ થઇ ગયા છે. આ દરમિયાન બે બાળકોને પણ જન્મ આપ્યો છે, ત્યારે જઇને પત્નીને ખબર પડી કે પત્નીનું નામ પૂજા નહી પણ હસીના બાનો છે. અને તેણે અત્યાર સુધી પતિથી પણ પોતાનો અસલી ધર્મ છુપાવી રાખ્યો હતો. આ કિસ્સો છે ઉત્તર પ્રદેશના અયોધ્યાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જગવીરે પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી કે હવે તેના પર ઇસ્લામ કબૂલ કરવા માટે દબાણ બનાવવામાં આવી રહ્યું છે અને ધમકી આપવામાં આવી રહી છે કે જો તે આમ નહી કરે તો તેનું માથું વાઢી દેવામાં આવશે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. 


કેવી રીતે થયો ખુલાસો? 
જગવીરે એક દિવસ હસીનાને બાળકોને નમાજ પઢાવતાં જોઇ લીધી. જગવીરને જ્યારે શંકા ગઇ તો તેણે પોતાની પત્નીને આ વિશે વાત કરી. ત્યારબાદ બંને વચ્ચે વિવાદ થયો અને પત્ની બંને બાળકો સાથે યૂપીના જ પ્રતાપગઢમાં પોતાના પિયર જતી રહી. પરત ફરતાં જગવીરને ખબર પડી કે તેમના પુત્રને ખતના પણ કરાવી દેવામાં આવ્યું છે. તેના પર જ્યારે જગવીરે વિરોધ વ્યક્ત કર્યો તો વિવાદ વધુ વધી ગયો. 


આરોપ છે કે હસીનાના માતા-પિતાએ સ્થાનીય દબંગ રાજૂ ઉર્ફ નસીરનો સંપર્ક કર્યો અને જગવીર પર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ બનાવવા માટે કહ્યું. નસીરે જગવીરને ઇસ્લામ ધર્મ કબૂલ કરવા માટે દબાણ કર્યું અને ના કરવા પર માથું વાઢી નાખવાની ધમકી આપી. ત્યારબાદ જગવીરે પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી. 18 સપ્ટેમ્બરના રોજ પોલીસે કેસ કર્યો અને એક અથડામણ બાદ નસીરની ધરપકડ કરી લીધી. 


કેવી રીતે થયા લગ્ન
જણાવવામાં આવી રહ્યું છે કે જગવીરના બનેવી રામ જન્મ કોરીને ફૈજાબાદ રેલવે સ્ટેશન પર એક છોકરી મળી હતી. જેણે પોતાનું નામ પૂજા જણાવ્યું હતું. છોકરીએ એ પણ કહ્યું કે તેના પરિવારમાં કોઇ નથી, તે અનાથ છે. રામ જન્મ છોકરીને લઇને ઘરે આવી ગયા અને જગવીર સાથે લગ્ન કરવાની વાત કરી જેથી છોકરીને સહારો મળી શકે. ત્યારબાદ જગવીર અને પૂજાના પહેલાં કોર્ટ મેરેજ થાય છે અને ત્યારબાદ 2012 માં જગવીર તેની સાથે હિંદુ રીત રિવાજ સાથે લગ્ન કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં છોકરી તરફથી કોઇપણ સામેલ થયા નહી.