નવી દિલ્હી: અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠમાં 18માં દિવસે સુનાવણીમાં મુસ્લિમ પક્ષની તરફથી વરિષ્ઠ વકિલ રાજીવ ધવને તેમની દલીલો રજૂ કરતા કહ્યું કે, કહેવામાં આવી રહ્યું છે કે મુસ્લિમો ત્યા નમાજ નથી પઢતા. હકિકત તો એ છે કે, 1934થી અમને ત્યાં જવા દેવામાં આવ્યા નથી. હિન્દુઓ પૂજા કરતા રહ્યાં છે. સંપૂર્ણ કબ્જા માટે રથયાત્રા કાઢવામાં આવતી રહી. તે બંધ થવી જોઇએ. 1947માં દિલ્હીમાં તોડવામાં આવેલી 30 મસ્જિદોને PM નહેરુએ બનાવવાનો આદેશ આપ્યો હતો. બીજી તરફ ફૈઝાબાદના DM કે.કે. નાયર હતા, જે એમ કહેતા હતા કે ફૈઝાબાદમાં એક મંદિર છે, જેને તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદમાં નાયરની ફોટો ઇમારત પર લગાવવામાં આવી હતી. સ્પષ્ટ છે કે, તેઓ હિન્દુઓના પક્ષમાં ભેદભાવ કરી રહ્યાં હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- પાકિસ્તાન બોર્ડર પર 50થી વધારે આતંકીઓનો જમાવડો, કાશ્મીરમાં ઘૂસવાનું કાવતરું!!


રાજીવ ધવને દલીલ કરી કે વિવાદિત જમીન બંધારણની કમાનની અંદરના શિલાલેખ પર 'અલ્લાહ' શબ્દ મળ્યો છે. ખરેખરમાં ધવન સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે કે, વિવાદિત જગ્યા પર મંદિર નહીં પરતુ મસ્જિદ હતી. તેમણે કહ્યું કે મસ્જિદની અંદર 1949માં મૂર્તિઓ પ્રકટ થવી કોઇ દેવીય ચમત્કાર ન હતો પરંતુ એક ‘પ્લાન અટેક’ હતો.


આ પણ વાંચો:- IAFને મળ્યા 8 ‘બાહુબલી’ અપાચે હેલિકોપ્ટર, PAK બોર્ડર પાસે પઠાનકોટ એરબેઝ પર તૈનાત


ધવને કહ્યું કે, મસ્જિદના દરવાજા બંધ રહેતા હતા અને ચાવી મુસ્લિમોની પાસે રહેતી હતી. શુક્રવારના 2-3 કલાક માટે ખોલવામાં આવતા હતા અને સાફ સફાઇ બાદ જુમાની નમાજ પઢવામાં આવતી હતી. તમામ દસ્તાવેજ અને સાક્ષીઓના નિવેદનથી સાબિત થયા છે કે, મુસ્લિમ, મસ્જિદની અંદરના ભાગમાં નમાજ પઢતા હતા.


આ પણ વાંચો:- INX મીડિયા કેસ: પી ચિદમ્બરમ જશે જેલમાં કે પછી મળશે જામીન, આજે આવશે ચુકાદો


રાજીવ ધવને કહ્યું કે, અમને કહેવામાં આવતું હતું કે, તમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવતી હતી. પ્રસ્તાવ આપનારા જાણતા હતા કે અમારો દાવો મજબૂત છે. સ્ટ્રક્ચરની પાસે પક્કો પથ પરિક્રમાના નામથી ઓળખવામાં આવે છે. પરિક્રમા પૂજાનો એક ભાગ છે પરંતુ શું પરિક્રમાથી જમીન પર તેમનો અધિકારી થઇ જશે?


આ પણ વાંચો:- મુંબઇમાં ભારે વરસાદથી જનજીનવ પર અસર, આજે બપોરે આવી શકે છે હાઈટાઈડ


રાજીવ ધવને કહ્યું કે દાવો કરવામાં આવી રહ્યો છે કે, ત્યાં ભગવાન રામના જન્મ સ્થળની જગ્યા છે. ત્યારબાદ કહ્યું કે ત્યાં ભવ્ય મંદિર હતું અને તેમને સમગ્ર સ્થાન જોઇએ. જો તમે તેમની સ્વયંભૂની દલિલ માનો છો તો તેમને સમગ્ર જમીન મળી જશે, મુસ્લિમોને કંઇપણ નહી મળે. મસ્લિમ પણ તે જમીન પર તેમનો દાવો કરી રહ્યાં છે.


આ પણ વાંચો:- નવી મુંબઇની પાસે ઉરણના LPG પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, ત્રણના મોત


જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે કહ્યું કે, જો દેવતાને એક ન્યાયિક વ્યક્તિ સ્વીકાર કરવામાં આવે છે, તો પૂજાના ચોક્કસ સ્થાન નથી જ્યાં તેમનો જન્મ થયા છે. પરંતુ આ માટે બધી યોગ્ય જગ્યાઓ ધ્યાનમાં લેવામાં આવે છે, જેને લોકો એટલું જ મહત્વપૂર્ણ માને છે. રાજીવ ધને કહ્યું કે, જન્મ સ્થળ અને જન્મભૂમીની વાત કરવામાં આવે છે જેમાં મોટો તફાવત છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...