નવી દિલ્હી: અયોધ્યા કેસમાં 38માં દિવસની સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું કે મેં નોટિસ કર્યું છે કે સુનાવણી દરમિયાન બેન્ચના તમામ સવાલ મુસ્લિમ પક્ષને જ કરવામાં આવી રહ્યાં છે. હિન્દુ  પક્ષને કોઈ સવાલ પૂછાયો નહીં. રામલલાના વકીલ સી એસ વૈદ્યનાથને તેના પર વિરોધ દર્શાવતા કહ્યું કે આ સાવ ખોટી વાત છે. ધવને કહ્યું કે હું કોઈ પાયાવિહોણી વાત નથી કરતો. મારી જવાબદારી બને છે કે હું બેન્ચના તમામ સવાલોના જવાબ આપું પણ તમામ સવાલો મુસ્લિમ પક્ષને જ કેમ કરાઈ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિવાદિત ઈમારત પર હંમેશાથી મુસલમાનોનો કબ્જો ગણાવી રહેલા રાજીવ ધવને સુપ્રીમ કો ર્ટને સવાલ કર્યો કે જ્યારે બહારના ભાગમાં રામ ચબુતરો, સીતા રસોઈ બનાવીને પૂજા કરતા હતાં ત્યારે સંપૂર્ણ કબ્જો તમારો કેવી રીતે થયો? રાજીવ ધવને કહ્યું કે તમામ સવાલ અમને કરાઈ રહ્યાં છે અને બીજા પક્ષને કોર્ટ સવાલ નથી કરતી. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ટિપ્પણી અયોગ્ય છે. 


આ અગાઉ અયોધ્યા કેસમાં 38માં દિવસની સુનાવણી જ્યારે શરૂ થઈ તો સુન્ની વક્ફ બોર્ડના વકીલ રાજીવ ધવને કોર્ટને કહ્યું કે આજે દલીલો પૂરી કરવી શક્ય થશે નહીં. તેમણે આજના સમય ઉપરાંત દોઢ કલાકનો વધુ સમય પોતાની દલીલો પૂરી કરવા માટે માંગ્યો. કોર્ટે કહ્યું કે આજે જ તમે  તમારી વાત પૂરી કરવાની કોશિશ કરો. 


આતંકવાદીઓની વિચારધારા સામે લડત ખુબ જરૂરી: NSA અજીત ડોભાલ


જો કે નક્કી શેડ્યુલ મુજબ સોમવારે મુસ્લિમ પક્ષ પાસે પોતાની વાત રજુ કરવાની છેલ્લી તક છે. મંગળવાર અને બુધવારે હિન્દુ પક્ષને જવાબ આપવા માટે છેલ્લી તક મળશે અને ત્યારબાદ 17મી ઓક્ટોબરે સુનાવણી પૂરી થયા પછી કેસનો ચુકાદો અનામત રાખવામાં આવશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...