નવી દિલ્હીઃ અયોધ્યા કેસમાં 6 ઓગસ્ટથી ચાલી રહેલી નિયમિત સુનાવણી તમામ પક્ષોની દલીલો રજુ થઈ ગયા પછી હવે પુરી થઈ ગઈ છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. આ કેસનો ચુકાદો 17 નવેમ્બરથી પહેલા આવે તેવી સંભાવના છે, કેમ કે 17 નવેમ્બરના રોજ જસ્ટિસ રંજન ગોગોઈ નિવૃત્ત થવાના છે. તેઓ આ કેસની સુનાવણી માટે બનેલી બંધરણીય બેન્ચના પ્રમુખ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની 40મા દિવસની સુનાવણીમાં રામલલા વિરાજમાનના સીએસ વૈદ્યનાથને પોતાની દલીલોમાં જણાવ્યું કે, પૈગમ્બર મોહમ્મદે કહ્યું હતું કે, કોઈ મસ્જિદ એ જમીન પર જ બનવી જોઈએ જેનો તે માલિક છે. સુન્ની વકફ બોર્ડ આ જગ્યા પર પોતાનો માલિકી હક્ક સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે અને માત્ર નમાજ પઢવાને આધાર બનાવીને જમીન આપવાની માગણી કરી રહ્યું છે. 


અયોધ્યા કેસ: યોગી સરકારે 30 નવેમ્બર સુધી રદ કરી અધિકારીઓની રજા, તહેનાત કરાશે વધારાની ફોર્સ


આ કેસમાં પ્રથમ અરજીકર્તા સ્વર્ગીય કોપાલ સિંહ વિશારત દરફથી વરિષ્ઠ વકીલ રંજીત કુમારે કહ્યું કે, ઈમારતમાં મૂર્તિ રાખવાનો કેસ અભિરામ દાસ પર દાખળ થયો હતો. તેઓ અહીંના પુજારી હતી. તેઓ નિર્વાણી અખાડાના હતા. સેવાદાર હોવાનો નિર્મોહી અખાડાનો દાવો ખોટો છે. 


આ પહેલા આજે જ્યારે સુનાવણી શરૂ થઈ ત્યારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સ્પષ્ટ કર્યું હતું કે હવે કોઈ નવા દસ્તાવેજ પર વિચારણા કરાશે નહીં. હિન્દુ મહાસભા તરફથી હસ્તક્ષેપ સંબંધિત અરજીને ફગાવી દેતાં મુખ્ય ન્યાયાધિશે જણાવ્યું કે, દરેક સ્થિતિમાં આજે સાંજે 5 કલાકે આ કેસની સુનાવણી પૂર્ણ થઈ જશે. હવે બહુ થયું. ચીફ જસ્ટિસે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીને ચર્ચા કરવાની મંજુરી આપવાનો પણ ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, તેમની અરજી આ કેસમાં સામેલ નથી, તેઓ માત્ર સુનાવણી સાંભળી શકે છે. કોર્ટે જણાવ્યું કે, અમે ગઈકાલે જ સ્પષ્ટ કરી દીધું હતું કે, હવે કોઈ અન્યને સાંભળીશું નહીં. 


Ayodhya Ram Mandir Live: રામ મંદિર મામલે મુસ્લિમ અભિનેતાએ એવું કર્યું ટ્વિટ કે ચોમેરથી થઇ રહી છે વાહવાહી


મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને ફાડ્યો નકશો
સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલરાજીવ ધવને અત્યંત વાંધાજનક વ્યવહાર દેખાડ્યો હતો. હિન્દુ પક્ષના વકીલ વિકાસ સિંહ દ્વારા કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલા નકશાની નકલો તેમણે ફાડી નાખી હતી. હકીકતમાં હિન્દુ મહાસભાના વકીલ વિકાસ સિંહે વિવાદિત સ્થાન પર મંદિરની હાજરી સાબિત કરવા માટે પૂર્વ IPS કિશોર કુણાના પુસ્તક 'Ayodhya Revisited'નો ઉલ્લેખ કરવાનો પ્રયાસ કર્યો હતો. 


BIG BREAKING- સુન્ની વક્ફ બોર્ડ સુપ્રીમ કોર્ટમાંથી અયોધ્યા કેસ પાછો ખેંચશે, વિવાદિત જમીન પરથી છોડશે કબજો


રાજીવ ધવને તેને રિકોર્ડનો ભાગ નહીં જણાવીને વિરોધ કર્યો હતો. વિકાસ સિંહે ત્યાર પછી એક નકશો રજુ કર્યો અને તેની નકલ રાજીવ ધવનને આપી હતી. દવને તેનો પણ વિરોધ કરતાં પોતાની પાસે રહેલી નકશાની નકલો ફાડવાનું શરૂ કર્યું હતું. મુખ્ય ન્યાયાધિશે ધવનના આ વ્યવહાર પર નારાજગીની સ્ટાઈલમાં કહ્યું કે, તમે ઈચ્છો તો બધા જ પાનાં ફાડી શકો છો. ત્યાર પછી મુખ્ય ન્યાયાધીશે વાંધો ઉઠાવતા કહ્યું કે, જો આ પ્રકારનું જ વાતાવરણ રહ્યું તો તેઓ અત્યારે જ સુનાવણી પુરી કરી દેશે અને જે કોઈ પક્ષને પોતાની દલીલ રજુ કરવી હોત તેની પાસેથી લેખિતમાં લેશે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....