નવી દિલ્હી: આગામી અઠવાડિયે અયોધ્યા કેસ (Ayodhya Case) સંભવિત ચૂકાદાને ધ્યાનમાં રાખી ચીફ જસ્ટિસ રંજન ગોગાઇએ યૂપીના મુખ્ય સચિવ અને DGP સાથે બેઠક કરી હતી. અયોધ્યા અને રાજ્યના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને અયોધ્યાના ચૂકાદા વિશે ચર્ચા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના ટોચના અધિકારીઓએ સીજેઆઇને અયોધ્યાના ચૂકાદા બાદ કાનૂન અને વ્યવસ્થાની સ્થિતિને સંભાળવાની તૈયારીઓ વિશે જાણકારી આપી. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટૂંક સમયમાં નિવૃત થવાના છે CJI, સુપ્રીમ કોર્ટમાં 3 દિવસમાં આવશે 5 મહત્વપૂર્ણ ચૂકાદા


યૂપીના અધિકારીઓએ CJI ને જાણકારી આપી હતી કે અયોધ્યાના ચૂકાદા બાદ યૂપી વહિવટીતંત્રના બધા જિલ્લાઓમાં દરેક પ્રકારની સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. CJI એ યૂપીના અધિકારીઓને તમામ પગલાં ભરવા અને તે નક્કી કરવા માટે કહ્યું કે અયોધ્યાના ચૂકાદા બાદ સમગ્ર યૂપીમાં કોઇ જગ્યાએ અપ્રિય ઘટના ન બને. સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે સુરક્ષા દ્વષ્ટિએ રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી કોઇ મદદની જરૂર હોય તો જણાવે. 

92 વર્ષના થયા લાલ કૃષ્ણ અડવાણી, જન્મદિવસ પર PM મોદીએ કંઇક આ રીતે પાઠવી શુભેચ્છા


કેંદ્વ સરકારની તૈયારીઓ
આ સંબંધમાં સૂત્રોના હવાલેથી મળતી માહિતી અનુસાર કેંદ્વીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ CRPF ડીજી રાજીવ રાય ભટનાગર, IB ચી ફ અને આંતરિક સુરક્ષા સાથે સંકળાયેલા ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી. આ પહેલાં ગૃહ મંત્રાલયને ફક્ત બધા રાજ્યોને કોર્ટના ચૂકાદો આવે તે પહેલાં એલર્ટ રહેવાની એડવાઇઝરી જાહેર કરી છે. ગૃહ મંત્રાલયે યૂપીના સંવેદનશીલ જગ્યાઓ પર 40 કંપનીઓ અર્ધ સૈનિક બળોની ટુકડી ઉત્તર પ્રદેશમાં મોકલી છે.  


સૂત્રોના જણાવ્યા અનુસાર સ્થિતિને જોતાં ઉત્તર પ્રદેશમાં અર્ધ સૈનિક બળોની અન વધુ કંપનીને મોકલી શકે છે. સીબીઆઇ, સોશિયલ મીડિયા પર કોઇપણ પ્રકારની અફવા ફેલાવવા પર નજર રાખી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના ગુપ્ત વિભાગને પણ કેન્દ્રની મલ્ટી એજન્સી સેન્ટર સંવેદનશીલ જગ્યાઓ પર મહત્વપૂર્ણ જાણકારીઓ શેર કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube