નવી દિલ્હી: અયોધ્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવનાર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચનો ભાગ રહેલા જસ્ટિસ અબ્દુલ નઝીર અને તેમના પરિવારના લોકોને ઝેડ સિક્યુરિટી આપવામાં આવી છે. કટ્ટરપંથી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા તરફથી જીવનું જોખમ હોવાની શંકા હોવાના પગલે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલય તરફથી સીઆરપીએફ અને સ્થાનિક પોલીસને જસ્ટિસ નઝીર અને તેમના પરિવારને પુરતી સુરક્ષા આપવાના આદેશ અપાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ સાથે ચર્ચા બાદ જ સરકાર બનાવવા અંગે લેવાશે નિર્ણય, શરદ પવાર કાલે સોનિયા ગાંધીને મળશે 


સૂત્રોના જણાવ્યાં મુજબ ગુપ્તચર એજન્સીઓને કેરળમાં સક્રિય પીએફઆઈ અને અન્ય કેટલાક કટ્ટરપંથી સંગઠનો તરફથી જીવનું જોખમ હોવાના ઈનપુટ મળ્યા હતાં. કર્ણાટકના રહીશ જસ્ટિસ અબ્દુલ નઝીર અને તેમની  ફેમિલીને તેમના ગૃહ રાજ્ય સહિત દેશભરમાં ઝેટ સિક્યુરિટી કવર આપવાનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. 


જો પાર્કિંગમાં ગાડી ચોરી થઈ કે કોઈ નુકસાન થયું તો હોટલ જવાબદાર, ચૂકવવું પડશે વળતર, ખાસ વાંચો


ઝેડ સિક્યુરિટીમાં રહેશે 22 CRPF જવાનો
આદેશ મુજબ કર્ણાટક સરકાર તરફથી નઝીર અને તેમના પરિવારને બેંગ્લુરુ, મેંગ્લુરુ, અને રાજ્યના અન્ય ભાગમાં સુરક્ષા અપાશે. અત્રે જણાવવાનું કે ઝેડ સિક્યુરિટી હેઠળ મળતા સુરક્ષા કવરમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF)ના 22 જવાનો સામેલ હોય છે. 9 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે દાયકાથી પેન્ડિંગ રહેલા અયોધ્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો આપતા 2.77 એકરની વિવાદાસ્પદ જમીન રામ મંદિર નિર્માણ માટે આપી દેવાનો આદેશ કર્યો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube