નવી દિલ્હી: અયોધ્યા કેસમાં સુન્ની વક્ફ બોર્ડે સપ્તાહમાં 5 દિવસ સુનાવણી કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આપત્તિ વ્યક્ત કરી છે. મુસ્લિમ પક્ષકારો તરફથી વકીલ રાજીવ ધવને વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે પાંચેય દિવસ કોર્ટ સમક્ષ આ મામલે ઉપસ્થિત થઈ શકુ તે મારા માટે શક્ય નહીં બને. આ પહેલી અપીલ છે અને સુનાવણી આ પ્રકારે ઉતાવળે થઈ શકે નહીં. આ પ્રકારે મને પરેશાન કરવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યા વિવાદ: સુપ્રીમ કોર્ટમાં પરંપરા તૂટી, અઠવાડિયામાં પાંચ દિવસ સુનાવણી


રાજીવ ધવને કહ્યું કે અમારે દસ્તાવેજો ઉર્દૂમાંથી અંગ્રેજીમાં કરવાના છે અને આખો દિવસ દલીલો કર્યા બાદ તે કરવું શક્ય નથી. જેના પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે અમે તમારી દલીલો અને આપત્તિઓને સાંભળી છે. અમે તેના પર વિચાર કરીશું અને જલદી તેના પર જવાબ આપીશું. 


પરંપરા તોડીને પાંચ દિવસ સુનાવણી કરવાનો સુપ્રીમનો નિર્ણય
આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે બંધારણીય બેન્ચ કોઈ કેસની સપ્તાહમાં પાંચેય દિવસ સુનાવણી કરશે. પરંપરા મુજબ બંધારણીય બેન્ચ સપ્તાહમાં ત્રણ દિવસ મંગળવાર, બુધવાર, ગુરુવાર સુનાવણી હાથ ધરે છે. જો કે હવે સુપ્રીમ કોર્ટે આ કેસની દરેક વર્કિંગ ડે પર સુનાવણી કરવાનું કહ્યું છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...