નવી દિલ્હીઃ અયોધ્યા બાબતે સુપ્રીમ કોર્ટની બંધારણ બેન્ચે પાંચમા દિવસે પણ સુનાવણી કરી હતી. સૌથી પહેલા રામલલા વિરાજમાન તરફથી હાજર થયેલા વરિષ્ટ વકીલ પરાસરને પોતાની ચર્ચા પુરી કરતા જણાવ્યું કે, પૂર્ણ ન્યાય કરવો એ સુપ્રીમ કોર્ટના વિશેષાધિકારમાં આવે છે. ત્યાર પછી આ જ પક્ષના વકીલ સી.એસ. વૈદ્યનાથને ચર્ચા શરૂ કરી હતી. સી.એસ. વૈદ્યનાથને જણાવ્યું કે, 1949થી બાબરી મસ્જિદમાં નમાઝ પઢવામાં આવી નથી. અલાહાબાદ હાઈકોર્ટે પણ પોતાના ચૂકાદામાં આમ જ લખ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, "હાઈકોર્ટે આપેલા ચૂકાદામાં ત્રણેય ન્યાયાધિશે આ વાત સ્વિકારી હતી, પરંતુ જસ્ટિસ એસ.યુ. ખાને થોડો અલગ દૃષ્ટિકોણ રાખ્યો હતો. જોકે, તેમણે પણ અહીં સંપૂર્ણ પણે મંદિરના હોવાનો ઈનકાર કર્યો ન હતો. 1949માં મૂર્તિ મુકાયા પહેલા પણ આ સ્થાન હિન્દુઓ માટે પૂજનીય હતું, હિન્દુઓ અહીં નિયમિત દર્શન કરવા આવતા હતા."


સી.એસ. વૈદ્યનાથે પોતાની દલીલના સમર્થનમાં જણાવ્યું કે, "કોઈ સ્થાનના પૂજનીય હોવા માટે માત્ર મૂર્તિની જરૂર હોતી નથી. આ બાબતે આપણે ગંગા નદી, ગોવર્ધન પર્વતનું પણ ઉદાહરણ લઈ શકીએ છીએ. અયોધ્યા કેસમાં સાક્ષી રહેલા 72 વર્ષના હાશિમે પણ કહ્યું હતું કે, અયોધ્યા હિન્દુઓ માટે પવિ્તર છે, જેવી રીતે મુસ્લિમો માટે મક્કા છે."


જમ્મુ કાશ્મીર : કલમ 370 રદ કરવા મામલે પાકિસ્તાને કબુલી હાર, કહ્યું- દુનિયાના કોઇ દેશે ના આપ્યો સાથ


આ અંગે સુપ્રીમ કોર્ટે રામલલાના વકીલને જણાવ્યું કે, "જો તમારો કબ્જો વિવાદિત સ્થાને મુસ્લિમ પક્ષકારોની સાથે-સાથે હતો, તો પછી અહીં તમારો વિશેષાધિકાર કેવી રીતે બની શકે એ જણાવો?"


ઉલ્લેખનીય છે કે, અયોધ્યા કેસની સુનાવણી અત્યારે સપ્તાહમાં 5 દિવસ ચાલી રહી છે અને બંને પક્ષોને વારાફરતી પોતાની દલીલો રજૂ કરી રહ્યા છે. ગયા અઠવાડિયે મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવને જ્યારે સપ્તાહના પાંચ દિવસી સુનાવણી સામે વાંધો ઉઠાવ્યો તો સુપ્રીમે તેમને કહ્યું હતું કે, તમે વચ્ચે રજા લેવા ઈચ્છો તો લઈ શકો છો, તમારે અદાલતને જાણ કરવાની રહેશે, પરંતુ સુનાવણી તો પાંચ દિવસ જ ચાલશે. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....