અયોધ્યા કેસ LIVE: મૂર્તિઓને વિવાદિત સ્ટ્રક્ચરમાં રાખવામાં આવી હતી-મુસ્લિમ પક્ષના વકીલ
અયોધ્યા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં 20માં દિવસની સુનાવણી શરૂ થઈ ગઈ છે. આ અગાઉ બુધવારે 19મા દિવસની સુનાવણીમાં વકીલ રાજીવ ધવને કહ્યું હતું કે વિવાદાસ્પદ જમીનના એક ભાગમાં નિર્મોહી અખાડો પૂજા કરતો હતો. જમીનના એક ભાગમાં અખાડાને પૂજા કરવાનો અધિકાર છે. રાજીવ ધવને આમ કહેતા સુનાવણી કરતા જજોએ અનેક સવાલ પૂછ્યા હતાં. આજે 20માં દિવસે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન તરફથી દલીલો શરૂ થઈ હતી.
નવી દિલ્હી: અયોધ્યા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં 20માં દિવસની સુનાવણી શરૂ થઈ ગઈ છે. આ અગાઉ બુધવારે 19મા દિવસની સુનાવણીમાં વકીલ રાજીવ ધવને કહ્યું હતું કે વિવાદાસ્પદ જમીનના એક ભાગમાં નિર્મોહી અખાડો પૂજા કરતો હતો. જમીનના એક ભાગમાં અખાડાને પૂજા કરવાનો અધિકાર છે. રાજીવ ધવને આમ કહેતા સુનાવણી કરતા જજોએ અનેક સવાલ પૂછ્યા હતાં. આજે 20માં દિવસે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન તરફથી દલીલો શરૂ થઈ હતી.
મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન તરફથી દલીલો શરૂ કરાઈ જેમાં રાજીવ ધવને રાજા રામ પાંડે અને સત્ય નારાયણ ત્રિપાઠીના નિવેદનમાં વિરોધાભાસ અંગે સુપ્રીમ કોર્ટને જણાવ્યું. ધવને કહ્યું કે એવું લાગે છે કે અનેક સાક્ષીઓના નિવેદનોને પ્રભાવિત કરવામાં આવ્યાં. એક સાક્ષી અંગે જણાવતા ધવને કહ્યું કે તેણે 14 વર્ષની ઉમરે RSS જોઈન કર્યું હતું. ત્યારબાદ RSS અને VHPએ તેને સન્માનિત કર્યો. ધવને અન્ય એક સાક્ષી અંગે જણાવતા કહ્યું કે સાક્ષીએ 200થી વધુ કેસમાં જુબાની આપી છે અને વિશ્વાસ કરે છે કે એક જૂઠ્ઠું બોલવાથી કોઈ નુકસાન નથી જ્યારે મંદિરની જમીન જબરદસ્તીથી છીનવાઈ ગઈ છે.
INX મીડિયા: ED કેસમાં ચિદમ્બરમને સુપ્રીમે આપ્યો ઝટકો, આગોતરા જામીન અરજી ફગાવી
વકીલ રાજીવ ધવને કહ્યું કે નિર્મોહી અખાડો 1734થી અસ્તિત્વનો દાવો કરે છે. હું કહી શકું છું કે નિર્મોહી અખાડો 1855માં બહારનું આંગણું હતું અને તેઓ ત્યાં રહે છે. રામ ચબુતરો બહારના આંગણામાં છે જેને રામ જન્મ સ્થળ તરીકે ઓળખવામાં આવે છે અને મસ્જિદને વિવાદાસ્પદ સ્થળ ગણવામાં આવે છે. ધવને નિર્મોહી અખાડાના સાક્ષીઓના નોંધાયેલા નિવેદનોને ટાંકીને મહંત ભાસ્કર દાસના નિવેદનના હવાલે કહ્યું કે તેમણે સ્વીકાર્યું હતું કે મૂર્તિઓને વિવાદાસ્પદ સ્ટ્રક્ચરમાં રાખવામાં આવી હતી. રાજીવ ધવને શ્રી કે.કે. નાયર અને ગુરુદત્ત સિંહ, ડીએમ અને સિટી મેજિસ્ટ્રેટની 1949ની તસવીરોને કોર્ટમાં દેખાડી.
જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે આ વિરોધાભાસ હોવા છતાં તમે સ્વીકારી રહ્યા છો. તેમણે પોતાની શેબાઈટીના અધિકાર સ્થાપિત કર્યા છે. રાજીવ ધવને કહ્યું કે હું તેમને જૂઠ્ઠો નથી કહેતો પરંતુ હું એમ સમજવા માંગુ છું કે તેઓ પોતાને શેબેટા તો ગણાવે છે પરંતુ તેમને માલુમ નથી કે ક્યારથી શેબેટ (દેવતાની સેવા કરનારા) છે. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે જો તમે નિર્મોહી અખાડાના અસ્તિત્વને માની રહ્યા છો તો તેમના સંપૂર્ણ સાક્ષ્યને સ્વીકારવામાં આવશે. રાજીવ ધવને કહ્યું કે કેટલાક કહે છે કે 700 વર્ષ અગાઉ, કેટલાક તેનાથી પણ પહેલાના માને છે. હું નિર્મોહી અખાડાની ઉપસ્થિતિ 1855થી માનુ છું., 1885માં મહંત રઘુવર દાસે કેસ દાખલ કર્યો, અમે 22-23 ડિસેમ્બર, 1949ના નિવેદન પર વાત કરી રહ્યાં છીએ.
જુઓ LIVE TV