અયોધ્યા કેસ: મધ્યસ્થતા દ્વારા આવશે ઉકેલ, શ્રી શ્રી રવિશંકર સહિત 3 સભ્યોની પેનલ બનાવાઈ
અયોધ્યા મામલે મધ્યસ્થતાને લઈને સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ એસ.અબ્દુલ નઝીરની પાંચ સભ્યોની પેનલના ચુકાદાને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ વાંચી સંભળાવ્યો હતો.
નવી દિલ્હી: અયોધ્યા મામલે મધ્યસ્થતાને લઈને સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ એસ.અબ્દુલ નઝીરની પાંચ સભ્યોની પેનલના ચુકાદાને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ વાંચી સંભળાવ્યો હતો. કોર્ટે કહ્યું કે આ મામલે પક્ષકારો મધ્યસ્થતાથી જ ઉકેલ લાવે. કોર્ટે મધ્યસ્થતા માટે 3 સભ્યની કમિટીની રચના કરી. આ કમિટીમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ(રિ). એફ એમ ઈબ્રાહિમ ખલિફુલ્લાહ, અધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુ સામેલ છે. બુધવારે સુપ્રીમ કોર્ટે બંને પક્ષો સાથે આ મામલાનો ઉકેલ વાતચીત દ્વારા લાવવાને લઈને મધ્યસ્થતા પર ચુકાદો અનામત રાખ્યો હતો. અગાઉ હિન્દુ પક્ષકારોમાં રામલલા વિરાજમાન અને હિન્દુ મહાસભાએ મધ્યસ્થતા પર ઈન્કાર કર્યો કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે મધ્યસ્થતા માટે 8 સપ્તાહનો સમય છે. સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા પેનલને 4 અઠવાડિયામાં પ્રગતિ રિપોર્ટ આપવા જણાવ્યું છે. મધ્યસ્થતા પેનલ ફૈઝાબાદમાં બેસશે. રાજ્ય સરકાર મધ્યસ્થતા પેનલને સુવિધાઓ આપશે. કોર્ટે કહ્યું કે મધ્યસ્થતા તરત શરૂ થાય. તેને શરૂ કરવામાં એક સપ્તાહથી વધુનો સમય ન લાગે. આ સાથે જ કોર્ટે કહ્યું કે વિવાદની પતાવટ વખતે મીડિયા રિપોર્ટિંગ થશે નહીં.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...