અયોધ્યા કેસ: CJIએ નારાજ થઇ કહ્યું, શું આપણે મારા રિટાયર થવા સુધી સુનાવણી કરીશું?
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની 32માં દિવસની સુનાવણી ચાલુ થતા જ એક વકીલે કહ્યું કે, અમારો નિર્મોહી અખાડાની આંતરિક રીતે જમીનનાં અધિકાર મુદ્દે ઝગડો છે
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ કેસની (Ayodhya Case) 32માં દિવસની સુનવણી થતા જ ગુરૂવારે એક વકીલે કહ્યું કે, અમારો અને નિર્મોહી અખાડાનો આંતરિક રીતે જમીનના અધિકાર મુદ્દે ઝગડો છે. અમારો પણ સુનાવણીમાં સમાવેશ કરવામાં આવે. મુખ્ય ન્યાયાધીશે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, આપણે શું રોજે રોજ આવી જ સુનાવણીઓ કરતા રહીશું ? શું આપણે મારા રિટાયરમેંટના અંતિમ દિવસ સુધી સુનવણી કરીશું. આજે સુનાવણીનો 32મો દિવસ છે અને હવે તમે કહી રહ્યા છો કે તમારો પણ સાંભળવામાં આવે. મુખ્ય ન્યાયાધીશે સાંભળવાનો ઇનકાર કરી દીધો. ઉલ્લેખનીય છે કે, ચીફ જસ્ટિસ 17 નવેમ્બરે રિટાયર થવાનાં છે.
લો બોલો! પંજાબ પોલીસ અને BSF પાસે ડ્રોન પકડવાનું મશીન જ નથી!!!
આ અગાઉ CJI એ તમામ પક્ષકારોને કહ્યું કે, આ વાતનો ધ્યાન રાખવું પડશે કે 18 ઓક્ટોબર સધી સુનાવણી પુર્ણ થવી જોઇએ. મુસ્લિમ પક્ષ તરફથી મીનાક્ષી અરોડા બાદ શેખર નાફડે પણ પોતાનો પક્ષ રજુ કરશે. ત્યાર બાદ હિંદુ પક્ષ તેનો જવાબ પણ રજુ કરશે. CJI એ બંન્ને પક્ષકારોને પુછ્યું કે જણાવો કે તમે લોકો કઇ રીતે તમારી જિરહ પુરી કરશે. તમામ પક્ષો સાથે નિર્ધારિત સમય સુધીમાં દલીલ દેવાનો સમય તેમણે મૌખીક રીતે સ્પષ્ટતા કરી હતી.
PoKમાં 3 દિવસની અંદર ત્રીજી વખત ભૂંકપ, 4.8 તિવ્રતાના આંચકા અનુભવાયા
8 વર્ષના દિકરાની બાઇક સવારી પિતાને પડી ભારે! મળ્યો ભારે ભરખમ ઈ-મેમો
ASI ના રિપોર્ટ પર ચર્ચા
આજે પણ મુસ્લિમ પક્ષ તરફથી સીનિયર એડ્વોકેટ મીનાક્ષી અરોડાએ દલીલો રજુ કરી હતી. મીનાક્ષી અરોડા એએસઆઇના ખોદકામનાં અહેવાલ અંગે મુસ્લિમ પક્ષનું વલણ સ્પષ્ટ કરી રહ્યા છે. કાલે તેમણે પોતાની દલીલોમાં એએસઆિ રિપોર્ટના પ્રમાણિકતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આજે મીનાક્ષી અરોડાએ કહ્યું કે, વિવાદિત ઢાંચાની નીચે એક ઇદગાહ હોઇ શકે છે. ત્યાં એએસઆઇનું ખોદકામમાં મળેલી દીવાલોના અવશેષ ઇદહાગનાં હોઇ શકે છે.
અયોધ્યા કેસમાં CJIએ કહ્યું- 18 ઓક્ટોબર સુધીમાં તમામ પક્ષો દલીલ પૂર્ણ કરે, સુનાવણીની તારીખ આગળ નહીં વધે
જસ્ટિસ અશોક ભૂષણે આ અંગે ટોકતા કહ્યું કે, મુસ્લિમ પક્ષોનું તો એવું પણ માનવું છે કે મસ્જિદ ખાલી જગ્યા પર બનાવવામાં આવી. જો કે હવે તમે કહી રહ્યા છો કો તેની નીચે ઇદગાહ હતી ? જો એવું જ હતું તો તમારી અરજીમાં તેનો સમાવેશ કેમ નહોત ? મીનાક્ષી અરોડાએ જવાબ આપ્યો કે 1961માં જ્યારે અમે કેસ દાખલ કર્યો ત્યારે આ મુદ્દો જ નહોતો આ વાતતો 1989માં સામે આવ્યો જ્યારે હિંદુ પક્ષે કેસ દાખલ કરીને દાવો કર્યો કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. મારા આ સમયનાં જિરહ રિપોર્ટ આધારિત છે. મારા કહેવાનો અર્થ છે કે જ્યારે આ કહેવામાં આવી રહ્યું છે કે દિવાલો મંદિરનું હોઇ શકે છે તો પણ અનુમાન લગાવવામાં આવી શકે છે કે આ દિવાલો ઇદગાહની છે.
દરિયા કિનારે વસતા લોકોને UNએ કર્યા એલર્ટ, પાણીમાં સમાઇ જશે આંદામાન અને નિકોબાર!
મીનાક્ષી અરોડાએ કહ્યું કે, એએસઆઇએ પોતે સ્વિકાર કર્યો હતો કે તેને લેયરને સ્ટેટેગ્રાફીક ઓળખ કરવામાં સમસ્યા થઇ હતી, કુલ 184 હાડકા મળ્યા હતા પરંતુ હાઇકોર્ટે માત્ર 21.2 ટકાનું જ અભ્યાસ કરવામાં આવ્યો, તેમણે 9 કલ્ચરનાં આધારે 9 સમયકાળ અંગે જણાવ્યું. એએસઆઇ જે સભ્યતા અંગે જણાવવામાં આવ્યું છે તેનું મંદિર સાથે કોઇ લેવા દેવા નથી. એએસઆઇનાં અહેવાલમાં શુંગ, કુશન અને ગુપ્તા સમયકાળ અંગે ગણાવ્યું છે. કાર્બન ડેટિંગનો ઉપયોગ તે અંગે માહિતી મેળવવા માટે કરવામાં આવે છે કે કોઇ વસ્તું કેટલી જુની છે પરંતુ એએસઆઇ હડ્ડિઓનો ઉપયોગ નથી કરતો એટલા માટે તેનું ડેટિંગ કરવામાં નહોતુ આવ્યું.