નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટે સોમવારે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદના જમીન વિવાદ મામલે અરજી પર જલ્દી સુનાવણી કરવાનો સ્પષ્ટ નકાર કર્યો છે. અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ આ સંબંધમાં અરજી દાખલ કરી હતી. હકીકતમાં, અખિલ ભારતીય હિન્દુ મહાસભા તરફથી વકીલ વરુણ સિન્હાએ સુપ્રિમ કોર્ટમાં અયોધ્યા મામલે જલ્દી સુનવણીની માંગ કરી હતી. જેના પર CJI રંજન ગોગોઈએ જલ્દી સુનવણીનો ઈન્કાર કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, અયોધ્યા વિવાદને લઈને સુપ્રિમ કોર્ટમાં ગત 29 ઓક્ટોબરના રોજ મહત્વની સુનવણી ટળી ગઈ છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કે.એમ જોસેફની બેન્ચે આ મામલાની સુનવણી આગામી જાન્યુઆરી સુધી ટાળી દીધી હતી. સુપ્રિમ કોર્ટે હવે જાન્યુઆરીમાં આ મામલાની સુનવણી આગામી તારીખે નક્કી કરશે. એ દિવસે એ પણ નક્કી થશે કે, સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચ જ આ મામલે સુનવણી કરશે કે આ માટે કોઈ નવી બેન્ચનું ગઠન
કરવામાં આવશે. 


ગત સુનાવણીમાં તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની સાથે ચીફ જસ્ટિસ અશોક ભૂષણ અને અબ્દુલ નઝીર મામલાને સાંભળી રહ્યા હતા. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના રિટાયર્ડ થયા બાદ સોમવારે થયેલી સુનવણીમાં ત્રણ જજોમાં ત્રણ જજ પહેલેથી જ અલગ રહ્યા. 


ગત સુનાવણીમાં જ સુપ્રિમ કોર્ટ દ્વારા મુસ્લિમ પક્ષોને મોટો ઝાટકો લાગ્યો હતો. સુપ્રિમ કોર્ટે 1994ના ઈસ્માઈલ ફારુકીના નિર્ણયમાં પુનવિચાર કરવાના મામલાને સંવિધાનિક પીઠને મોકલવાનો ઈન્કાર કર્યો હતો. મુસ્લિમ પક્ષોએ નમાજ માટે મસ્જિદને ઈસ્લામનો જરૂરી હિસ્સો ન ગણનાર ઈસ્લામઈલ ફારુકીના નિર્ણય પર પુનિવિચારની માંગ કરી હતી.