નવી દિલ્હી: અયોધ્યા વિવાદ મામલે મધ્યસ્થતાને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષકારે મધ્યસ્થતા અંગે ઈન્કાર કરી દીધો. હિન્દુ મહાસભા મધ્યસ્થતા માટે તૈયાર થઈ નહી. આ અંગે સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે વિકલ્પ અજમાવ્યા વગર મધ્યસ્થતાને ફગાવવામાં કેમ આવી રહી છે? કોર્ટે કહ્યું કે ભૂતકાળ પર આપણું નિયંત્રણ નથી. પરંતુ અમે સારા ભવિષ્યની જરૂરી કોશિશ કરી શકીએ છીએ. આ મામલે સુનાવણી મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ એસ.અબ્દુલ નઝીરની પાંચ સભ્યોની બેન્ચ  કરી રહી છે. કલાક સુધી ચાલેલી સુનાવણીમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ કેસમાં મધ્યસ્થતા થશે કે નહીં તે અંગે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસ્ટિસ એસ.એ બોબડેએ સુનાવણી  દરમિયાન કહ્યું કે બાબરે જે કર્યું તેને આપણે બદલી શકીએ નહીં. અમારો હેતુ વિવાદનો ઉકેલ લાવવાનો છે. ઈતિહાસની જાણકારી અમને પણ છે. તેમણે વધુમાં કહ્યું કે મધ્યસ્થતાનો અર્થ કોઈ પક્ષની હાર કે જીત નથી. તે દિલ, દિમાગ, ભાવનાઓ સાથે જોડાયેલો મામલો છે. અમે મામલાની ગંભીરતાને લઈને સચેત છીએ. 


અયોધ્યા વિવાદ: 'બાબરે જે કર્યું તેને બદલી શકાય નહીં, અમારો હેતુ વિવાદનો ઉકેલ લાવવાનો છે'-SC જજ


જસ્ટિસ બોબડેએ એમ પણ કહ્યું કે જ્યારે મધ્યસ્થતાની પ્રક્રિયા ચાલી રહી હોય તો તેમાં શું થઈ રહ્યું છે તે મીડિયામાં જવું જોઈએ નહીં. જસ્ટિસ બોબડેએ મધ્યસ્થતાની વિશ્વસનિયતાને જાળવી રાખવા પર  ભાર મૂકતા કહ્યું કે જ્યારે અયોધ્યા વિવાદને ઉકેલવા માટે મધ્યસ્થતા ચાલી રહી હોય તો તે અંગે અહેવાલોમાં કઈં લખાવવું જોઈએ નહીં, કે દર્શાવવું જોઈએ નહીં. 


રાફેલ ડીલ વિવાદ: પુર્નવિચાર અરજીઓ પર સુપ્રીમમાં આજે મહત્વની સુનાવણી 


નોંધનીય છે કે ગત વર્ષે સુપ્રીમ કોર્ટમાંથી મુસ્લિમ પક્ષોને મોટો આંચકો મળ્યો હતો. કોર્ટે 1994ના ઈસ્માઈલ ફારુકી ચુકાદામાં પુર્નવિચાર માટે મામલાને બંધારણીય પેનલમાં મોકલવાની ના પાડી દીધી હતી. મુસ્લિમ પક્ષોએ નમાજ માટે મસ્જિદને ઈસ્લામનો જરૂરી ભાગ ન દર્શાવતા ઈસ્માઈલ ફારુકીના ચુકાદા પર પુર્નવિચારની માગણી કરી હતી. નોંધનીય છે કે રામ મંદિર માટે થનારા આંદોલન દરમિયાન 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદને પાડી નાખવામાં આવી હતી. આ મામલે અપરાધિક કેસની સાથે સાથે દીવાની કેસ પણ ચાલ્યો હતો. ટાઈટલ વિવાદ સંબંધિત મામલો સુપ્રીમમાં પેન્ડિંગ છે. 


અલાહાબાદ હાઈકોર્ટે 30 સપ્ટેમ્બર, 2010ના રોજ અયોધ્યા ટાઈટલ વિવાદમાં ચુકાદો આપ્યો હતો, જેમાં વિવાદિત વિસ્તારને 3 ભાગમાં વહેંચવાનો આદેશ અપાયો હતો. જે જગ્યાએ રામલલ્લાની મૂર્તિ છે, ત્યાં રામલલ્લાને બિરાજમા કરવામાં આવે. સીતા રસોઈ અને રામ ચબૂતરો નિર્મોહી અખાડાને આપવામાં આવે અને એક તૃતિયાંશ જમીન સુન્ની વકફ બોર્ડને આપવામાં આવે. ત્યાર બાદ આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. 


અયોધ્યાની વિવાદિત જમીન પર રામલલ્લા બિરાજમાન અને હિન્દુ મહાસભાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. બીજી તરફ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે પણ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના ચુકાદા સામે અરજી દાખલ કરી હતી. ત્યાર બાદ અન્ય પક્ષકારોએ પણ અરજીઓ લગાવી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...