લખનઉ : ઉત્તરપ્રદેશના સાધુ સંતોએ સોમવારે સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા ટાઇટલ સૂટ મુદ્દે સુનવણી જાન્યુઆરી સુધી સ્થગીત કરવા અંગે નિરાશા વ્યક્ત કરી. મહંત પરમહંસદાસે કહ્યું કે, હિંદૂ સમુદાય અને સાધુ સંતોમાં લાંબી પ્રતિક્ષા કરવાનું ધેર્ય નથી. દાસ હાલમાં જ અયોધ્યામાં વિવાદિત સ્થળ પર રામ મંદિર નિર્માણ ઝડપથી કરાવવાની માંગણી મુદ્દે અનિશ્ચિત કાલીન ઘરણા પર બેઠા હતા. તેમણે ભાજપથી રામ મંદિર નિર્માણ આરંભ કરવાની જાહેરાત ઝડપથી કરવા માટે કહ્યું. તેમણે કહ્યું કે, આ કાર્યમાં નિષ્ફળ થવા અંગે ભાજપ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) અને વિશ્વ હિંદૂ પરિષદ (વિહિપ)ને હિંદુઓના કોપનો સામનો કરવો પડશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંતોએ કહ્યું કે, ભાજપ રામ મંદિર નિર્માણ વચન આપીને કેન્દ્ર અને ઉત્તરપ્રદેશની સત્તામાં આવી. હવે વચન પુર્ણ કરવાનો સમય આવી ચુક્યો છે. રામ જન્મભૂમિના મુખ્ય પુજારી સત્યેંદ્ર દાસે કહ્યું કે તેમને આ વાતનું દુખ છે કે ટોપની કોર્ટ દ્વારા વિલંબ કરવાથી ભગવાન રામના લાંબા સમય સુધી તંબુમાં રાહ જોવી પડશે. આ મુદ્દે મુસ્લિમવાદી ઇકબાલ અંસારીએ પણ કહ્યું કે, તેઓ તે વાતથી ખીન્ન છે કે ભગવાન રામની મુર્તિ તંબુમાં છે. જો કે તેમણે કહ્યું કેદરેકને સુપ્રીમ કોર્ટના આદેશની રાહ જોવી જોઇએ. આ બંન્ને પક્ષોને માન્ય હશે. 

અખિલ ભારતીય સંત સમિતીના અધ્યક્ષ જિતેન્દ્રાનંદ સરસ્વતીએ સરકારને ચેતવણી આપતા કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણમાં આગળ કોઇ પણ પ્રકારના વિલંબ ન થવો જોઇએ. તેમણે કહ્યું કે, તેઓ સુપ્રીમ કોર્ટની સુનવણીનો રાહ નહી જુએ, પરંતુ રામ મંદિર નિર્માણ માટે સંસદમાં વિધેયક લાવવા માટે નરેન્દ્ર મોદી સરકાર પર દબાણ કરશે. 

નિર્મોહી અખાડાના એક પ્રવક્તાએ કહ્યું કે, રામ મંદિર નિર્માણ મુદ્દે તેમનું ભાજપ સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય હશે તેને તેઓ સ્વિકાર કરશે. સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી પીઠ દ્વારા આ મુદ્દે સુનવણી જાન્યુઆરી સુથી સ્થગિત કરવાનાં નિર્ણય અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યએ કહ્યું, સ્થગીત થવાથી યોગ્ય સંદેશ નથી આપવામાં આવ્યો.