નવી દિલ્હી : અયોધ્યા રામ મંદિર મામલાને લઇને સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચમાં આજે સુનાવણી થશે. રામલલા વિરાજમાન અંગે દલીલો કરવામાં આવશે. અગાઉની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનને કહ્યું હતું કે, જો તમે વચ્ચે રજા લેવા ઇચ્છતા હોવ તો લઇ શકો છે. સુપ્રીમ કોર્ટે ધવનને કહ્યું કે, જો તે આરામ કરવા ઇચ્છે તો કોઇ પણ દિવસે કોર્ટને જણાવીને તેઓ રજા રાખી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ હતું કે, સપ્તાહમાં 5 દિવસ દરમિયાન સુનાવણી કરવામાં આવશે. આ સમયમાં કોઇ ઘટાડો કરવામાં નહીં આવે અને દરરોજ સુનાવણી કરવામાં આવશે. 


અગાઉની સુનાવણીમાં રામલલા તરફથી વકીલ પરાસરે કહ્યું હતું કે, અમે એવું નથી કહેતા કે સમગ્ર અયોધ્યા જ્યૂરિસ્ટ પરસન છે અને અમે જન્મભૂમિની વાત કરીએ છીએ. જસ્ટિસ બોબડેએ પુછ્યું હતું કે, શું આ સમયે રઘુવંશ કુળમાંથી કોઇ આ દુનિયામાં હાજર છે. પરાસરે કહ્યું હતું કે અમને ખબર નથી.