Ayodhya Ram Temple: રામ મંદિરમાં ક્યાં સુધી થશે પ્રાણ પ્રતિષ્ઠા, કેવી હશે રામલલાની મૂર્તિ- ચંપત રાયે આપી જાણકારી
Ram Mandir Construction: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે રામ ભક્તો પોતાના આરાધ્ય દેવના દર્શન લભગ 30થી 35 ફુટના અંતરથી કરી શકશે.
અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. રામ જન્મભૂમિ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદથી મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેના માટે દેશના તમામ લોકો તેના પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2024 સુધીમાં મંદિર તૈયાર થઈ જશે. આ દરમિયાન હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે ડિસેમ્બર 2023માં અમે પ્રાણ પ્રતિષ્ઠા કરી શકીએ છીએ.
નક્કી સમય મુજબ કામ ચાલી રહ્યું છે
રામ મંદિર વિશે માહિતી આપતા ચંપત રાયે કહ્યું કે રામ મંદિરનું નિર્માણ પૂર્વ આયોજિત સમયરેખા મુજબ ચાલી રહ્યું છે અને આ વર્ષના અંત સુધીમાં અમે પ્રાણ પ્રતિષ્ઠા કરી શકીશું. આ દરમિયાન તેમણે એ પણ જણાવ્યું કે રામ ભક્તો કેટલા અંતરથી દર્શન કરી શકશે. ચંપત રાયે જણાવ્યું કે રામના ભક્તો લગભગ 30 થી 35 ફૂટ દૂરથી તેમના દેવતાના દર્શન કરશે.
આ પણ વાંચોઃ Corona નો આ વેરિએન્ટ ભારત માટે ઉભી કરી શકે છે મુશ્કેલી, અમેરિકામાં મચાવી હતી તબાહી
કેવી હશે રામલલાની મૂર્તિ?
મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે મંદિરમાં 5 થી 7 વર્ષની મૂર્તિ રામલલાની બાળપણની હશે, પરંતુ તે એટલી મોટી હશે કે ભક્તો પોતાની આંખોથી ભગવાનની આંખો અને ભગવાનના ચરણના દર્શન કરી શકશે. રામલલાની પ્રતિમા આકાશ અને રાખોડી રંગના પથ્થરોથી બનાવવામાં આવશે, જે જોવામાં ખૂબ જ સુંદર હશે.
ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપ્યું હતું
ચંપત રાય પહેલા ગૃહમંત્રી અમિત શાહે રામ મંદિરને લઈને મોટું નિવેદન આપ્યું હતું. વર્ષની શરૂઆતમાં શાહે કહ્યું હતું કે હવેથી અયોધ્યા જવા માટે ટિકિટ બુક કરો, કારણ કે 1 જાન્યુઆરી, 2024 સુધીમાં ભગવાન રામલલાનું ભવ્ય મંદિર તૈયાર થઈ જશે અને લોકો દર્શન કરી શકશે. જણાવી દઈએ કે રામ મંદિરમાં ભક્તો માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામલલાનું મંદિર બન્યા બાદ લાખો લોકો દર્શન માટે અયોધ્યા પહોંચી શકશે.
આ પણ વાંચોઃ લવે યાત્રિઓ માટે બલ્લે-બલ્લે...રેલવે મંત્રીએ શું કરી છે મોટી જાહેરાત?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube