રામ મંદિરના મોડલમાં થયો મોટો ફેરફાર, કંઇક આવું હશે અયોધ્યાનું ભવ્ય રામ મંદિર
રામ મંદિર (Ram Mandir) નિર્માણને લઇને અયોધ્યામાં આજે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મંદિરના ભૂમિ પૂજનની તારીખ સાથે મોડલમાં ફેરફાર કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, રામ મંદિરની ઉંચાઇ અને આકારમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી દિલ્હી: રામ મંદિર (Ram Mandir) નિર્માણને લઇને અયોધ્યામાં આજે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મંદિરના ભૂમિ પૂજનની તારીખ સાથે મોડલમાં ફેરફાર કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, રામ મંદિરની ઉંચાઇ અને આકારમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રામ મંદિર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલે કહ્યું હતું કે, સૂચિત રામ મંદિરનું મોડેલ 128 ફૂટ ઉંચું છે, હવે તેને વધારીને 161 ફૂટ ઉંચું કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગર્ભગૃહની આસપાસ હવે 5 ગુંબજ બનાવવામાં આવશે. જ્યારે પહેલા ત્રણ ગુંબજ બનાવાના હતા.
આ પણ વાંચો:- 3 અથવા 5 ઓગસ્ટના થશે રામ મંદિર માટે ભૂમિ પૂજન, PMO લેશે અંતિમ નિર્ણય
રામ મંદિરનું મોડલ
રામ મંદિર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલે કહ્યું કે, રામ મંદિર ડ્રાફ્ટના ગ્રાઉન્ડ ફ્લોરના પત્થરોની કોતરકામ પૂર્ણ થઈ ગઈ છે. રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરમાં સિંહદ્વાર, ગર્ભગૃહ, ડાન્સ હોલ, રંગમંડપ બનાવવામાં આવશે. ત્યારે પ્રથમ ફ્લોર પર રામ દરબારની મૂર્તિઓને સ્થાન આપવામાં આવશે. એટલું જ નહીં સૂચિત રામ મંદિરના મોડલ અનુસાર મંદિરમાં 24 દરવાજાની ફ્રેમ હશે, જે આરસના પથ્થરોથી બનાવવામાં આવશે. રાજસ્થાનના મકરાણામાં આ આરસ પથ્થરો પર કામ ચાલી રહ્યું છે.
તેમણે જણાવ્યું કે, સૂચિત રામ મંદિરની લંબાઇ 268 ફૂટ, પહોળાઇ 140 ફૂટ અને ઉંચાઇ 161 ફૂટ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત મંદિરમાં 212 થાંભલા હશે. જેમાંથી પહેલા માળમાં 106 થાંભલા અને બીજા માળમાં 106 થાંભલા બનાવવામાં આવશે. પ્રત્યેક થાંભલામાં 16 મૂર્તિઓ હશે અને મંદિરમાં બે ચબૂતરા પણ હશે.
આ પણ વાંચો:- હિંદ મહાસાગરમાં ભારતીય સેનાનો યુદ્ધાભ્યાસ, ચીનને જવાબ આપવાની તૈયારી
ચારેય દિશામાં હશે દ્વાર
કામેશ્વર ચૌપાલે જણાવ્યું કે, મંદિરમાં 4 દ્વાર હશે જે ચારેય દિશામાં ખુલશે. એક દ્વાર ટેઢી બજાર, બીજો દ્વાર ક્ષીકેશ્વરરાનાથ મંદિર તરફ, ત્રીજો દ્વાર ગોકુલ ભવન અને ચોથો દ્વાર દશરથ મહેલ તરફથી (આ મુખ્ય રસ્તો હશે) ખુલશે. આ ઉપરાંત ફ્લોર પર રામલલા, પ્રથમ ફ્લોર પર રામ દરબાર હશે. ખાસ વાત એ છે કે, તેના માટે સીમેન્ટ અને મોરંગનો ઉપયોગ કરવામાં આવશે નહીં.
મળતી જાણકારી અનુસાર, રામ મંદિરના પ્રાંગણમાં રામકથા કુંજ 45 એકરમાં બનશે. અહીં 125 મૂર્તિઓ ભગવાન રામના જીવન કાળની બનાવવામાં આવશે. જન્મકાળથી લઇને લંકા વિજય અને રાજગાદી સુધીની મૂર્તીઓ લગાવવામાં આવશે. આ ઉપરાંત મંદિર પરિસરમાં ધર્મશાળા અને ગૌશાળા પણ બનાવવામાં આવશે.
આ પણ વાંચો:- રાજસ્થાન CM ગેહલોતના નજીકના મિત્રોને ત્યાં આવકવેરા વિભાગના દરોડા, કરોડોની રોકડ-જ્વેલેરી જપ્ત
ભૂમિ પૂજનની સંભવિત તારીખ
કામેશ્વર ચૌપાલે કહ્યું કે, પીએમ મોદી અયોધ્યા આવશે. તે કન્ફર્મ છે. 3 ઓગસ્ટ અથવા 5 ઓગસ્ટે પીએમ મોદીના હાથે મંદિર નિર્માણનું શિલાન્યાસ કરવામાં આવશે. પીએમને નિવેદન કરવામાં આવ્યું છે. તારીખો સૂચવવામાં આવી છે, પીએમઓ અંતિમ નિર્ણય લેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube