અયોધ્યામાં બનનાર ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહ માટે લેવાયો મોટો નિર્ણય
અયોધ્યા (Ayodhya) માં રામ મંદિર (Ram mandir) ના નિર્માણને લઈને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બન્યા બાદ હવે નવા નવા પ્લાનિંગ કરવામાં આવી રહ્યા છે. આશા વ્યક્ત કરાઈ છે કે, ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ જલ્દી જ શરૂ થઈ જશે. હવે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે, પ્રસ્તાવિત રામ જન્મભૂમિ મંદિરનું ગર્ભગૃહ સોનાનું બનાવવામાં આવશે. જે તેની શોભામાં ચાર ચાંદ લગાવવાનું કામ કરશે. મંદિરના ગર્ભગૃહને સોનાનું બનાવવા માટે પટનાના પ્રસિદ્ધ મહાવીર મંદિર આગળ આવ્યું છે.
ઝી મીડિયા/બ્યૂરો :અયોધ્યા (Ayodhya) માં રામ મંદિર (Ram mandir) ના નિર્માણને લઈને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બન્યા બાદ હવે નવા નવા પ્લાનિંગ કરવામાં આવી રહ્યા છે. આશા વ્યક્ત કરાઈ છે કે, ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ જલ્દી જ શરૂ થઈ જશે. હવે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે, પ્રસ્તાવિત રામ જન્મભૂમિ મંદિરનું ગર્ભગૃહ સોનાનું બનાવવામાં આવશે. જે તેની શોભામાં ચાર ચાંદ લગાવવાનું કામ કરશે. મંદિરના ગર્ભગૃહને સોનાનું બનાવવા માટે પટનાના પ્રસિદ્ધ મહાવીર મંદિર આગળ આવ્યું છે.
અનામત મામલે રાહુલ ગાંધીનું ચોંકાવનારૂ નિવેદન, BJP-RSSને ખૂંચે છે...
પ્રાપ્ત માહિતી અનુસાર, એકવાર ફરીથી ભગવાન રામની સ્વર્ણ સેવા માટે મહાવીર હનુમાન આગળ આવ્યું છે. પટનાના પ્રસિદ્ધ મહાવીર સ્થાન ન્યાસ સમિતિના પ્રમુખ પૂર્વ આઈપીએસ આચાર્ય કિશોર કુણાલના જણાવ્યા અનુસાર, બધુ સોનું ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે. બીજી તરફ, આ મંદિરના ભવ્ય અને દિવ્ય સ્વરૂપને લઈને શ્રીરામ જન્મભૂમિ પુનરુદ્ધાર સમિતિ અને રામાલય ન્યાસે પણ મંદિરને હેમ મંડિત અને રામલલ્લાના સ્વર્ણ રત્ન જડિત આભૂષણો માટે દેશવ્યાપી અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે.
Breaking News: SC/ST એક્ટ મામલે સુપ્રિમનો સૌથી મોટો ચુકાદો આવ્યો
બીજી તરફ, સૂત્રોની માનીએ તો મંદિરના નિર્માણ માટે બનાવવામા આવેલ ટ્રસ્ટ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની પહેલી બેઠક 18 અને 19 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમા આયોજિત કરાશે. બેઠકમાં ટ્રસ્ટના હોદ્દેદારો અને અન્ય સદસ્યોનું ઈલેક્શન અને રામ મંદિર નિર્માણ માટે તારીખની જાહેરાત થાય તેવી શક્યતા છે. એમ પણ કહેવાય છે કે, બેઠક ટ્રસ્ટના રજિસ્ટર્ડ ઓફિસ ગ્રેટર કૈલાશ પાર્ટ એક કે, R-20 નંબર કોઠી એટલે કે સીનિયર એડવોકેટ અને ટ્રસ્ટના સદસ્ય કે.પરાસલનના ઘપર આ કાર્યાલય બની શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશભરના મહત્વના સમાચાર જોવા માટે કરો ક્લિક