અયોધ્યાના રામ મંદિરમાં દર્શન શરૂ થયાનો આજે ત્રીજો દિવસ છે. છેલ્લા બે દિવસમાં લગભગ 5 લાખ ભક્તો દરરોજ રામલલાના દર્શન કરી રહ્યા છે. ભીડના કારણે શરૂઆતની તકલીફો બાદ હવે મંદિરમાં દર્શન વ્યવસ્થા સુચારૂ રીતે ચાલી રહી છે. રામ ભક્તો અયોધ્યામાં લાખોની સંખ્યામાં પહોંચી રહ્યાં છે અને સતત દર્શન કરી રહ્યા છે. નવા રામ મંદિરમાં પ્રસાદ અને દાન પણ પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યું છે. પહેલા જ દિવસે આવેલા લાખો ભક્તોએ રામ મંદિર માટે 3 કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું હતું. આ પહેલાં રામ મંદિરના નિર્માણ માટે 5 હજાર કરોડ રૂપિયાથી વધુનું દાન મળી ચૂક્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જા દિવસે પણ લગભગ 2.5 લાખ ભક્તોએ રામલલાના દર્શન કર્યા હતા. ભીડને યોગ્ય રીતે સંચાલિત કરવા માટે, વહીવટીતંત્રે યાત્રાળુ સુવિધા કેન્દ્ર શરૂ કર્યું છે. કહેવાય છે કે પહેલા દિવસે રામ ભક્તોએ 3.17 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. રામલલા માટે દાન આપવા માટે લોકોની ભીડ પણ આડે આવી ન હતી. લોકોએ લાઈનો લગાવીને પણ દાન કર્યું હતું. 


તમે કેવી રીતે દાન કરી શકો છો?
રામ મંદિર માટે દાન આપવા માટે, QR કોડ સ્કેન કરીને ઑનલાઇન ચુકવણી કરી શકાય છે. આ ઉપરાંત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ પર જઈને પણ દાન કરી શકાય છે. ઉપરાંત, મંદિરની મુલાકાતે આવતા ભક્તો પણ સીધા દાન પેટીમાં પૈસા જમા કરી શકે છે. હાલમાં, મંદિરમાં મોબાઇલ ફોનની મંજૂરી છે, તેથી મોટાભાગના ભક્તોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો નથી.


અંગે ટ્રસ્ટના સદસ્ય ડો.અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, મંગળવારે આવેલ આ દાનનું ખૂબ મહત્વ છે. ભક્તોને ઓનલાઈન દાન કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો પરંતુ તેમણે આટલી ભીડમાં પણ દાન કર્યું. તમને જણાવી દઈએ કે ભીડને જોતા પીએમ મોદીએ મંત્રીઓ અને સાંસદોને અપીલ કરી છે કે તેઓ માર્ચ સુધી રામ મંદિરમાં ન જાય અને માત્ર સામાન્ય લોકોને જ દર્શન કરવા દે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube