અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થશે. આ માટે દેશભરમાં તૈયારીઓ થઈ રહી છે. અનેક રાજ્યોમાં અડધા દિવસની રજાની જાહેરાત થઈ છે. જનતામાં પણ ખુબ ઉત્સાહ છે. સરકારી બેંકો અને વીમા કંપનીઓમાં પણ અડધા દિવસની રજા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસિસે તમામ સરકારી બેંકો અને સરકારી વીમા કંપનીઓને પત્ર લખીને બપોરે 2.30 વાગ્યા સુધી ઓફિસો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. હવે સ્ટોક એક્સચેન્જે પણ મોટી જાહેરાત કરતા રહ્યું છે કે 22 જાન્યુઆરીના રોજ શેર બજારમાં કારોબાર થશે નહીં. સૂત્રોના જણાવ્યાં મુજબ શેર બજારના રેગ્યુલેટર સેબી બીએસઈ અને નેશનલ સ્ટોક એક્સચેન્જે પરસ્પર વિચાર વિમર્શ બાદ સહમતિથી આ નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર સરકારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાવાળા દિવસે 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રદેશમાં રજા જાહેર કરી છે. યુપીમાં પણ તે દિવસ રજા રહેશે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં 22 જાન્યુઆરીના રોજ રજાની જાહેરાત કરાઈ છે. આરબીઆઈએ પણ કહ્યું છે કે 22 જાન્યુઆરીના રોજ પ્રાઈમરી કે સેકન્ડરી માર્કેટમાં સરકારી સિક્યુરિટીઝ, વિદેશી એક્સચેન્જ, મની માર્કેટ, અને રૂપી ઈન્ટરેસ્ટ રેટ ડેરીવેટિવ્સમાં કોઈ ટ્રાન્ઝેક્શન કે સેટલમેન્ટ નહીં થાય. બધા બાકી ટ્રાન્ઝેક્શનનું સેટલમેન્ટ હવે 23 જાન્યુઆરી 2024ના રોજ થશે. 


22 જાન્યુઆરીએ બંધ
શેર બજારના રેગ્યુલેટર સેબીએ પણ સ્ટોક એક્સચેન્જો સાથે વાતચીત કરીને સ્ટોક એક્સચેન્જોને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ મામલે એક પ્રેસ વિજ્ઞપ્તિ જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે 22 જાન્યુઆરીના ઐતિહાસિક દિવસના સાક્ષી બનવા માટે સમગ્ર દેશમાં ઉત્સુકતા છે. શેરોમાં ટ્રેડ કરનારા સોમવારે 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને જોઈ શકે અને ધામધૂમથી સમારોહનો ભાગ બને તે માટે સોમવારે શેર બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. શનિવારે 22 જાન્યુઆરીએ શેર બજારમાં થોડીવાર માટે બે તબક્કામાં ટ્રેડ થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube