અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અવધનગરી પહોંચી રહ્યા છે. 23 જાન્યુઆરીના રોજ રેકોર્ડબ્રેક 5 લાખ જેટલા લોકોએ રામલલ્લાના દર્શન કર્યા. આ ભારે ભીડને પગલે કેટલીક અવ્યવસ્થાઓ પણ જોવા મળી રહી છે. જો કે જલદી પોલીસ પ્રશાસને હાલાત પર કાબુ મેળવ્યો. સ્થિતિ જોતા હવે યુપી સરકારે અયોધ્યા આવતા VVIP લોકોને એક અપીલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુપી સરકારના જણાવ્યાં મુજબ રામનગરીમાં અસાધારણ ભીડ જોતા વીવીઆઈપી અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આગ્રહ કરવામાં આવે છે કે તેઓ આગામી 7થી 10 દિવસ અયોદ્યા ધામની પોતાની યાત્રાનો કાર્યક્રમ નક્કી કરતાપ હેલા સ્થાનિક પ્રશાસન, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રેસ્ટ કે યુપી સરકારને જણાવે. આ આગોતરી સૂચના તમામ સંબંધિત લોકોની સુવિધા અને આરામ માટે મહત્વપૂર્ણ છે. સહયોગ માટે તમારા બધાનો આભાર. 


દર્શનનો સમય બદલાયો
એડીજી કાનૂન વ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યું કે રામ ભક્તોને સવારે 7 વાગ્યાથી લઈને રાતે 11 વાગ્યા સુધી દર્શન કરવા માટે મંજૂરી રહેશે. 


નોંધનીય છે કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાંથી રામભક્તોના અયોધ્યા આવવાનો સિલસિલો તેજ થયો છે. અયોધ્યાના રસ્તાથી લઈને મંદિર પરિસર સુધી રામભક્તો ઉમટી પડ્યા છે. ચારેબાજુ શ્રદ્ધાળુઓ નજરે ચડે છે. પ્રશાસન માટે ભક્તોની ભીડને કાબૂ કરવી મુશ્કેલ થઈ રહી છે. એક દિવસમાં 5-5- લાખ લોકો અયોધ્યા પહોંચી રહ્યા ચે. ભીડને કંટ્રોલ કરવાની સાથે જ પ્રશાસને અનેક તૈયારીઓ કરી છે. વધુ લોકો દર્શન કરી શકે તે માટે દર્શનનો સમય રાતે 11 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. 


ભારે ભીડને જોતા અયોધ્યા જનારી યુપી રોડવેઝની તમામ બસોને પણ રોકવામાં આવી છે. મંદિર તરફ જતા તમામ રસ્તાઓને ચારથી પાંચ કિલોમીટર પહેલા જ બંધ કરી દેવાયા છે. ફક્ત પગપાળા મુસાફરોને જ લાઈનસર ચાલતા જવાની મંજૂરી મળી છે. 


અગાઉ શું હતો દર્શનનો સમય? 
આ અગાઉ જે સમય નિર્ધારિત કરવામાં આવ્યા હતા તે મુજબ રામ મંદિરમાં દર્શન સવારે અને સાંજે કરી શકાશે. સવારે 7થી 11.30 વાગ્યા સુધી અને બપોરે 2થી સાંજે 7 વાગ્યા સુધી દર્શન કરવાની મંજૂરી હતી. સવારે 6.30 અને સાંજે 7 વાગ્યે આરતીના દર્શન કરી શકાશે. જો તમારે સવારની આરતીમાં ભાગ લેવો હોય તો પહેલા જ બુકિંગ કરાવવું પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube