નવી દિલ્હીઃ અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં વિવાદિત સ્થળને રામ જન્મભૂમી તરીકે સ્વીકારી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, આ વિવાદિત સ્થળ પર જ મંદિર બનાવવામાં આવે. તેના માટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં એક ટ્રસ્ટ બનાવવા સુપ્રીમે આદેશ આપ્યો છે. સાથે જ સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે અલગથી 5 એકર જમીન આપવા પણ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદા સાથે જ રામ જન્મભૂમિ વિવાદનો અંત આવી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અયોધ્યા ચૂકાદા અંગે દેશવાસીઓને સંબોધન...
- સમગ્ર દુનિયા ભારતની લોકશાહીને માને છે. 
- સુપ્રીમ કોર્ટે આજે આપેલો ચૂકાદાએ એ દર્શાવી દીધું છે કે, ભારતમાં સર્વ ધર્મ સમભાવની ભાવના જોડાયેલી છે. 
- સુપ્રીમ કોર્ટનો ચૂકાદો વિવિધતામાં એક્તાનું દર્શન કરાવે છે. 
- ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક છે અને દેશના ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. 
- સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને સાંભળ્યા હતા. દરેક પક્ષને સાંભળ્યા પછી પોતાની દૃઢ ઈચ્છાશક્તિના દર્શન કરાવ્યા છે. 



આજના ચૂકાદાથી આપણે સૌથી ધીરજ જાળવવાનો બોધપાઠ મળ્યો છે. આજનો ચૂકાદો એક નવી સવાર લઈને આવ્યો છે. દેશના કાયદાઓનું પાલન કરવું એ આપણી જવાબદારી બની ગયું છે. દરેક ભારતીયએ પોતાની જવાબદારીનું પાલન કરવું પડશે અને ભવિષ્યના ભારતનું નિર્માણ કરવાનું છે. ભારત સામે અનેક પડકારો છે, અનેક લક્ષ્ય છે, મંજિલો અનેક છે. દરેક ભારતીયએ સાથે ચાલીને આ લક્ષ્યો પ્રાપ્ત કરવાના છે.  


કોઈ પણ જટિલ મુદ્દો હોય, તેનું સમાધાન બંધારણીય મર્યાદામાં રહીને લાવી શકાય છે એ બાબતનો પુરાવો છે આજનો ચૂકાદો. આજે 9 નવેમ્બરના રોજ કરતારપુર સાહિબ કોરિડોરની શરૂઆત થઈ છે. જેમાં ભારત અને પાકિસ્તાનનો સહયોગ રહ્યો છે. આજે અયોધ્યાના ચૂકાદાની સાથે જ 9 નવેમ્બરની આ તારીખ આપણને સાથે મળીને આગળ વધવાનો બોધપાઠ આપે છે. આજના દિવસનો સંદેશ જોડવાનો, જોડાવાનો અને સાથે મળીને જીવવાનો છે. 


વડાપ્રધાને શાંતિ અને સોહાર્દનું આવું જ વાતાવરણ આગળ પણ જાળવી રાખીને દેશવાસીઓને ખભે-ખભા મિલાવીને દેશની પ્રગતિમાં યોગદાન આપવા અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતીકાલે ઈદનો દિવસ આવી રહ્યો છે ત્યારે સૌને સાથે મળીને ભારતના સુંદર ભવિષ્યનું નિર્માણ કરવા આહ્વાન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ આગામી તહેવારો નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી હતી.  


સુપ્રીમ કોર્ટના ચૂકાદા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમયે કરેલા ભાષણમાં જણાવ્યું હતું કે, "દેશના સર્વોચ્ચ ન્યાયાલયે અયોધ્યા પર પોતાનો ચુકાદો આપ્યો છે. આ ચૂકાદાને કોઈની હાર કે જીતના રૂપમાં ન જોવું જોઈએ. રામભક્તિ હોય કે રહીમ ભક્તિ, આ સમય આપણા તમામ માટે ભારતભક્તિની ભાવનાને સશક્ત કરવાનો છે.


દેશવાસીઓને મારી અપીલ છે કે, શાંતિ, સદભાવ અને એકતા બનાવી રાખે. સુપ્રિમ કોર્ટનો આ નિર્ણય અનેક કારણોથી મહત્વનો છે. તે બતાવે છે કે, કોઈ વિવાદને દૂર કરવામાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન કેટલું જરૂરી છે. દરેક પક્ષને પોતપોતાની દલીલ રાખવા માટે પૂરતો સમય અને તક આપવામાં આવી. ન્યાયના મંદિરમાં દાયકોઓ જૂના મામલાને સૌહાર્દપૂર્ણ રીતથી સમાધાન કરાયું. આ નિર્ણય કાયદાકીય પ્રક્રિયાઓમાં જન સામાન્યના વિશ્વાસને વધુ મજબૂત કરશે."


જુઓ LIVE TV...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....