નવી દિલ્હી :થોડી જ ક્ષણોમાં અયોધ્યા (ayodhya verdict)ના રામ મંદિરના વિવાદ પર સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવશે. નિર્ણયને પગલે દેશભરમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. પાંચેય જજ (Ranjan Gogoi) સીલબંધ કવરમાં લખાયેલા પોતાના નિર્ણયો સંભળાવશે. જેને ધ્યાનમાં રાખીને અયોધ્યાનગરી (ayodhya news) છાવણીમાં તબદીલ થઈ ગઈ છે. નિર્ણયને લઈને લોકોમાં ચર્ચા છે કે, જો તેમના પક્ષમાં નિર્ણય ન આવ્યો તો શું રસ્તો હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખરે કેમ સુપ્રિમ કોર્ટે રામ મંદિર કેસ માટે આજે શનિવારનો દિવસ પસંદ કર્યો? આ રહ્યું કારણ


સુપ્રિમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીમાં 5 સદસ્યોની બેન્ચ સતત 40 દિવસોથી સુનવણી કરી રહી હતી. જસ્ટિસ રંજન ગોગોઈની આ બેન્ચમાં તેમના ઉપરાંત જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીર સામલ છે. સુપ્રિમ કોર્ટ રામ મંદિર વિવાદ પર ગમે તે નિર્ણય આપી શકે છે. આવામાં આગળની સ્થિતિ શું હશે. શું હશે અંતિમ નિર્ણય અને તમામ પક્ષોએ આ નિર્ણય પર રહેવુ પડશે.


206 વર્ષથી સળગતા રામમંદિરનો ચુકાદો સંભળાવનાર CJI રંજન ગોગોઈને અપાઈ Z+ સુરક્ષા


રિવ્યૂ પિટીશનની તક
કોર્ટના નિર્ણય બાદ દરેક પક્ષ પાસે પુનવિચાર અરજી (રિવ્યૂ પિટીશન) કરવાની તક રહેશે. કોઈ પણ પક્ષકાર નિર્ણયને લઈને સુપ્રિમ કોર્ટને પુનવિચાર અરજી દાખલ કરી શકે છે. જેના પર બેન્ચ સુનવણી કરી શકે છે. જોકે, કોર્ટે એ નક્કી કરવું પડશે કે તે પુનવિચાર અરજી પર કોર્ટમાં સાંભળશે કે પછી ચેમ્બરમાં...


બેન્ચ પોતાના સ્તર પર આ અરજીને નકારી શકે છે, અથવા તો તેના પર બેન્ચને સ્થાનાંતરિત કરી શકે છે. જોકે, કોર્ટના નિર્ણયના અત્યાર સુધીનો ઈતિહાસ બતાવે છે કે, બેન્ચ પોતાના સ્તર પર જ અરજી પર નિર્ણય લઈ લે છે.  


ઝી 24 કલાકની અપીલ, ‘અયોધ્યાનો નિર્ણય ભારતની સૌથી મોટી અગ્નિપરીક્ષા છે, શાંતિ રાખજો...’


શું છે ક્યુરેટિવ પિટીશન
સુપ્રિમ કોર્ટ તરફથી પુનવિચાર અરજી પર નિર્ણય આવ્યા બાદ પણ પક્ષકારોની પાસે વધુ એક વિકલ્પ રહેશે. કોર્ટના નિર્ણયની વિરુદ્ધ આ બીજો અને અંતિમ વિકલ્પ છે. જેને ક્યુરેટિવ પિટીશ કહેવાય છે. જોકે, ક્યુરેટિવ પિટીશન પુનવિચાર અરજીથી થોડી અલગ હોય છે. તેમાં નિર્ણયને બદલે કેસમાં એ મુદ્દા કે વિષયોને ચિન્હીત કરવાની હોય છે, જેમાં તેઓને લાગે છે કે આ મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. આ ક્યુરેટિવ પિટીશન પર પણ બેન્ચ સુનવણી કરી શકે છે અથવા તો તેને નકારી શકે છે. આ સ્તર પર નિર્ણય લીધા બાદ કેસ પૂરો થાય છે અને જે પણ નિર્ણય આવે છે, તે સર્વસામાન્ય હોય છે. 


શું હતો હાઈકોર્ટનો નિર્ણય
અલાહાબાદ હાઈકોર્ટની 3 જજોની બેન્ચે અંદાજે 9 વર્ષ પહેલા 30 સપ્ટેમ્બર, 2010ના રોજ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, 2.77 એકરની વિવાદીત જમીનને ત્રણ પક્ષોમાં બરાબર વહેંચી દેવામાં આવે. જેમાં સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડો અને રામલલ્લા જમીન છે. જોકે, હાઈકોર્ટનો આ નિર્ણય કોઈ પણ પક્ષે સ્વીકાર્યો ન હતો અને તેની વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં પડકાર અપાયો હતો. સુપ્રિમ કોર્ટ તરફથી 9 મે, 2011માં અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવ્યો હતો. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube