Ayodhya Verdict : ચૂકાદામાં સૌથી વધુ `મસ્જિદ` શબ્દનો ઉલ્લેખ, `રામલલા`નો સૌથી ઓછો
સુપ્રીમ કોર્ટનો સંપૂર્ણ ચૂકાદો 929 પાનાંનો આપ્યો છે. મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 ન્યાયાધિશની બંધારણીય બેન્ચે ચૂકાદો આપતા જણાવ્યું કે, વિવાદિત જમીન પર જ રામ મંદિર બનશે. વિવાદિત જમીન રામલલાને આપવામાં આવશે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં સર્વસંમતિ સાથે ચૂકાદો આપ્યો છે. મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 ન્યાયાધિશની બંધારણીય બેન્ચે ચૂકાદો આપતા જણાવ્યું કે, વિવાદિત જમીન પર જ રામ મંદિર બનશે. વિવાદિત જમીન રામલલાને આપવામાં આવશે. મુસ્લિમ પક્ષો વિવાદિત જમીન પર તેમનો એકાધિકાર હતો એ વાત સાબિત કરી શક્યા નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મુસ્લિમ પક્ષને મંદિર બનાવવા માટે અલગથી 5 એકર જમીન આપવાની રહેશે.
સુપ્રીમ કોર્ટનો સંપૂર્ણ ચૂકાદો 929 પાનાંનો આપ્યો છે. આ ચૂકાદામાં મસ્જિદ શબ્દનો સૌથી વધુ ઉપયોગ કરાયો છે, જ્યારે રામલલા શબ્દનો સૌથી ઓછો ઉપયોગ થયો છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા રામ જન્મભૂમિ જમીન વિવાદ કેસમાં આપેલા ચૂકાદામાં 'મસ્જિદ' શબ્દનો ઉપયોગ 1492 વખત કર્યો છે, જ્યારે 'રામલલા' શબ્દનો ઉપયોગ માત્ર બે વખત કર્યો છે.
સુપ્રીમે પોતાના ચૂકાદામાં ઉપયોગ કરેલા અન્ય શબ્દો પર ધ્યાન આપીએ તો 'મંદિર' શબ્દનો 48 વખત, 'હિન્દુ' શબ્દ 1062, 'મુસ્લિમ' શબ્દ 549, 'અયોધ્યા' શબ્દ 527, 'ભગવાન રામ' શબ્દ 417, 'બાબરી' શબ્દ 254, 'બાબર' શબ્દ 170 અને 'રામ જન્મભૂમિ' શબ્દનો ઉપયોગ માત્ર 3 વખત કર્યો છે.
રામ જન્મભુમિ જમીન વિવાદનો ચૂકાદો ઐતિહાસિક કેવી રીતે?
- દેશના 134 વર્ષ (સૌથી જુના) કેસનો નિકાલ આવ્યો.
- સુપ્રીમ કોર્ટમાં બીજો સૌથી લાંબા સમય સુધી ચાલનારો કેસ.
- સુપ્રીમ કોર્ટમાં 40 દિવસ સુધી ચાલી સુનાવણી.
- હિન્દુ પક્ષે 67 કલાક અને મુસ્લિમ પક્ષે 71 કલાક સુધી રજુ કરી દલીલો.
- ભારતમાં હિન્દુ અને મુસલમાન વચ્ચેના સૌથી મોટા વિવાદનો ઉકેલ.
- સુપ્રીમ કોર્ટનો ચૂકાદો દેશમાં ધર્મનિરપેક્ષતાનું સૌથી મોટું દૃષ્ટાંત બન્યો.
- સુપ્રીમના ચૂકાદાથી બંને ધર્મના લોકો સંતુષ્ટ.
- વિવાદિત જમીનના ભાગલા પાડ્યા વગર બંને પક્ષને એક સમાન 'ન્યાય' મળ્યો.
- સુપ્રીમ કોર્ટનો ચૂકાદો કોઈ એક પક્ષના બદલે 'સમાજ હિત'માં.
જુઓ LIVE TV...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube