Ayushman Bharat: મોદી સરકાર નવી નવી યોજનાઓ લોન્ચ કરી રહી છે. સરકારે આયુષ્માન ભારત ડિજિટલ મિશન યોજના માટે લગભગ 1,600 કરોડ રૂપિયાની નાણાકીય જોગવાઈ કરી છે. દેશમાં હેલ્થ સેવાનો લાભ એ સૌથી વધારે જરૂરી છે. આવો જાણીએ કે તમે આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકો છો. આયુષ્માન ભારત ડિજિટલ મિશનની મદદથી હવે દૂરના વિસ્તારોમાં રહેતા લોકો સુધી પહોંચવું વધુ સરળ બનાવશે. સાથે જ દર્દીઓની માહિતી ઓનલાઈન હોવાથી તેઓ વધુ સારી રીતે તેમની સારવાર મેળવી શકશે અને સાથે જ તેઓ ગમે ત્યાં જઈને સરળતાથી સારવાર મેળવી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટના ફાયદા-
તમે તમારા મોબાઈલ ફોનમાં જ્યાં ઇચ્છો ત્યાં વ્યક્તિગત આરોગ્ય રેકોર્ડ્સ જોવા માટે સમર્થ હશો. હવે તમારે ફાઈલો સાથે રાખવાની જરૂર રહેશે નહીં. આ ખાતા પર નેશનલ ડિજિટલ હેલ્થ સિસ્ટમની તમામ સુવિધાઓ એકસાથે લઈ શકશો.


આ પણ ખાસ વાંચોઃ  70 ની એવરેજવાળી બાઈક માત્ર 22 હજારમાં! ઘર ખુલ્લું રાખીને બાઈક લેવા દોડી પબ્લિક! આ પણ ખાસ વાંચોઃ  કેમ મોટાભાગના લોકો ખરીદે છે આ જ બાઈક? જાણો બીજી કંપનીઓ આવે છે પણ કેમ નથી ચાલતી


આયુષ્માન ભારત એપ પર હેલ્થ એકાઉન્ટ આ રીતે કરો જનરેટ-
ABHA નંબર જનરેટ કરવા માટે, તમારે આધાર નંબરનો ઉપયોગ કરવો પડશે.
આ સિવાય નામ, જન્મતારીખ, લિંગ અને સરનામાની માહિતી આપવાની રહેશે.
જો તમારી પાસે આધાર નંબર નથી, તો તમારે ડ્રાઇવિંગ લાઈસન્સ અથવા મોબાઇલ નંબર આપવો પડશે.
તમને આ નંબર આરોગ્ય સેતુ એપમાં જ દેખાશે.
વપરાશકર્તાઓ તેમનો ABHA નંબર ABHA એપ અથવા abdm.gov.in/ પર જનરેટ કરી શકે છે.


આ પણ ખાસ વાંચોઃ  Top Tourist Spot: ગુજરાતના આ સ્થળો નથી જોયા તો શું જોયું, બુમો પાડીને થાકયો બચ્ચન! આ પણ ખાસ વાંચોઃ  આ છે અમદાવાદ નજીકની જન્નત જેવી જગ્યાઓ, સાથે પ્રિયમ હોય કે પરિવાર બધાને પડશે મોજ


શું છે આયુષ્માન ભારત ડિજિટલ મિશન?
ભારત સરકારે આ મિશન થકી આરોગ્ય ક્ષેત્રને ડિજિટલ કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. આની મદદથી તમામ દર્દીઓ માટે હેલ્થ આઈડી કાર્ડ જનરેટ કરવામાં આવશે. જેના પર દર્દીઓની સારવાર અને તેમની દવાઓનો સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આની મદદથી તેઓ ઈચ્છે ત્યાં જઈ શકશે અને સારવાર સરળતાથી કરાવી શકશે. પીએમ નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આયુષ્માન ભારત ડિજિટલ મિશન શરૂ કરવાની જાહેરાત કરી હતી. જે બાદ તેને છ કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરાયું હતું. આજે એ વટવૃક્ષ બની ગઈ છે.


આ પણ ખાસ વાંચોઃ  વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવો હોવો જોઈએ ઘરનો માસ્ટરપ્લાન, જાણો કઈ દિશામાં શું હોવું જોઈએ આ પણ ખાસ વાંચોઃ  પગથિયાના લીધે ફરી જશે પથારી! ઘર હોય કે ઓફિસ આ દિશામાં ભૂલથી પણ ન બનાવો પગથિયાં આ પણ ખાસ વાંચોઃ  કઈ રીતે શરૂ થઈ પગે લાગવાની પરંપરા? જાણો પગ સ્પર્શ કરવા પાછળ શું છે વૈજ્ઞાનિક કારણ


આયુષ્માન ભારત આરોગ્ય ખાતું ખોલવાના સ્ટેજ-
સત્તાવાર વેબસાઇટ (ABHA) દ્વારા સૌથી પહેલા તમારે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
હવે તમારી સામે હોમ પેજ ખુલશે.
હોમ પેજ પર, તમારે Create Your ABHA Now ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
આયુષ્માન ભારત ડિજિટલ મિશન
હવે તમારી સામે એક નવું પેજ ખુલશે.
આ પેજ પર તમારે નીચેનામાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
આધાર દ્વારા જનરેટ કરો
ડ્રાઇવિંગ લાઇસન્સ દ્વારા જનરેટ કરો.


આ પણ ખાસ વાંચોઃ  'કાકા' જોડે હતું અંબાણી પરિવારની વહુનું લફરું! બોલો, એક જ બ્રશથી બન્ને કરતા હતા દાતણ આ પણ ખાસ વાંચોઃ  વેપારીઓની ધાક-ધમકી વચ્ચે ધીરૂભાઈએ કઈ રીતે જમાવ્યો ધરખમ ધંધો? જાણો અજાણી વાત આ પણ ખાસ વાંચોઃ  Mukesh Ambani ની બાજુમાં કોનું ઘર છે? નામ જાણીને ચોંકી જશો કે કોણ છે અંબાણીના પડોશી? ​આ પણ ખાસ વાંચોઃ  Amitabh Bachchan: આ એક લોચાના કારણે જ બચ્ચને કરવા પડ્યાં હતા જયા જોડે લગ્ન!


હવે તમારી સામે એક નવું પેજ ખુલશે-
આ પેજ પર તમારે તમારો આધાર નંબર અથવા ડાઇવિંગ લાયસન્સ નંબર દાખલ કરવો પડશે.
આ પછી તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે.
તમારે OTP બોક્સમાં આ OTP દાખલ કરવાની જરૂર છે.
આ પછી તમારે Continue પર ક્લિક કરવાનું રહેશે.
હવે એપ્લિકેશન ફોર્મ તમારી સામે ખુલશે.
તમારે આ ફોર્મમાં તમામ મહત્વપૂર્ણ માહિતી દાખલ કરવાની રહેશે. આ પછી તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
આ રીતે તમે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ ખોલી શકો છો.


25 કરોડથી વધારે છે હેલ્થખાતા-
આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ 2022 સુધીમાં 25 કરોડથી વધારે હેલ્થ ખાતાઓ બનાવવામાં આવ્યા છે અને આ મિશનમાં અત્યાર સુધીમાં હજારો ડૉક્ટરો અને અનેક પ્રકારની આરોગ્ય સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આ સંખ્યામાં વધુ વધારો કરવા માટે ઘણા નવા પગલાં ભરાઈ રહ્યાં છે.


આ પણ ખાસ વાંચોઃ  મકાન ભાડે આપતા પહેલાં કોર્ટનો ચુકાદો જાણીલો, આટલા વર્ષો પછી ભાડુઆતનું બની જશે મકાન! આ પણ ખાસ વાંચોઃ  તમારા ઘરમાં પડેલાં ચોખા હવે તમને દર મહિને કરાવશે 50 હજારની કમાણી, જાણો કેવી રીતે આ પણ ખાસ વાંચોઃ  ચા બનાવ્યા પછી ભૂલથી પણ ન ફેંકશો ચાની પત્તી, જાણો જબરદસ્ત ફાયદા આ પણ ખાસ વાંચોઃ  શું બ્રશ કર્યા વિના ખાલી પેટ પાણી પીવાથી સાચ્ચે કોઈ ફાયદો થાય છે? શું કહે છે ડોક્ટર?