PM મોદીની સૌથી મોટી યોજના સાથે જોડાઇને મહિને કમાઓ 15 હજાર
વડાપ્રધાને વિશ્વની સૌથી મોટી સ્વાસ્થય યોજનાની શરૂઆત કરી છે, 25 ડિસેમ્બરથી આ યોજના સમગ્ર દેશમાં લાગુ થશે
નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ વિશ્વની સૌથી મોટી સ્વાસ્થય યોજનાની શરૂઆત કરી છે. 25 ડિસેમ્બરથી આ યોજના સમગ્ર દેશમાં લાગુ થસે. આ બેશક એક સ્વાસ્થય યોજના છે પરંતુ, તેના કારણે રોજગારી પણ મલશે. કેન્દ્ર સરકારની સ્વાસ્થય વિમાન યોજના આયુષ્યમાન ભારત હેઠલ પાંચ વર્ષ દરમિયાન રોજગારનાં આશરે 10 લાખ અવસર પેદા થશે. આ અનુમાન સ્વાસ્થય મંત્રાલયનું છે. સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં સીધી રીતે એક લાખ આયુષ્માન મિત્ર તહેનાત થશે.
આ આયુષ્માન મિત્રોને 15 હજાર રૂપિયા મહિનાનો પગાર પણ મળશે. તેની ભર્તી માટે સ્વાસ્થય મંત્રાલય તથા કૌશલ વિકાસ મંત્રાલયની વચ્ચે એક કરાર પણ થયો છે. 20 હજાર આયુષ્માન મિત્ર આ વર્ષે તહેનાત કરી દેવામાં આવશે.
કયા પદો પર તકોનું સર્જન થશે
યોજના લાગુ થયા બાદ ડોક્ટર્સ, નર્સ, સ્ટાફ, ટેક્નીશિયન જેવી કેટલાક અન્ય પોસ્ટ પર પણ નોકરીઓની તક સર્જાશે. હાલ આ યોજનાથી સમગ્ર દેશમાં 20 હજાર હોસ્પિટલને જોડવામાં આવી રહી છે. આયુષ્માન મિત્રોના દરેક લાભાર્થી પર 50 રૂપિયાનું ઇંસેન્ટિવ પણ મળશે.
શું કરશે આયુષમાન મિત્ર
- આયુષમાન ભારત પોર્ટલની માહિતી મેળવવી પડશે.
- દર્દીઓને લાભ આપવા માટે તૈયાર થઇ રહેલા સોફ્ટવેર પર કામ કરવું પડશે.
- ક્યુઆર કોડ અનુસાર લાભાર્તીઓ ઓળખપત્રની સત્યતાની પણ તપાસ થવી જોઇે.
- દર્દીનું જે હોસ્પિટલમાં સારવાર થવાની છે તે અંગે માહિતી આપવી પડશે
- દર્દીઓનાં ડસ્ચાર્જ થયા બાદ સ્ટેટ એજન્સીને માહિતી આપવી પડશે.
સરકાર ટ્રેનિંગ પણ આપશે.
આયુષ્માન મિત્રના પદ માટે જેની પસંદગી થશે, તે લોકોને એક ટ્રેનિંગ આપવામાં આવશે. આ ટ્રેનિંગ સરકારનું કૌશલ વિકાસ મંત્રાલય આપશે. ટ્રેનિંગમાં તેને કામ સાથે જોડાયેલી તમામ માહિતી અને બારિકીઓ આપવામાં આવશે. ટ્રેનિંગ પુરી થયા બાદ સ્વાસ્થ મંત્રાલય હેઠળ એક પરીક્ષા પણ આયોજીત થશે. આ પરીક્ષામાં પાસ થનારા લોકોને જ આયુષ્માન મિત્ર પદ પર નિયુક્તિ મળશે. બીજી તરફ રાજ્યની જરૂરિયાત અનુસાર તેને નોકરીઓ આપવામાં આવશે.
કોણ કરી શકે છે અરજી
આયુષ્માન મિત્ર બનવા માટે સરકારની તરપતી યોગ્યતા નિશ્ચિત કરવામાં આવી છે. આયુષ્માન મિત્રોના પદો પર કેંડિડેટની લઘુતમ લાયકાત 12મું પાસ હશે. આ સાથે જ ઉમેદવારને કોમ્પ્યુદરનું બેઝીસ નોલેજ હોવું જોઇએ. મહત્તમ ઉંમરની કોઇ સીમા નથી. લઘુત્તમ ઉંમર 18 વર્ષ જ રહેશે.
યોજનાની ખાસ વાતો...
- 5 લાખ રૂપિયાની હેલ્થ ઇન્શ્યોરન્સ આપનારી આ સૌથી મોટી યોજના છે.
- કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને કરશે કે આ યોજનાનું ફંડિંગ
- 10 કરોડથી વદારે પરિવારનો એટલે કે 50 કરોડ કરતા વધારે લોકોને મળસે તેનો લાભ
- અત્યાર સુધી દેશનાં 13 હજાર કરતા વધારે હોસ્પિટલ સાથે જોડાઇ ચુક્યા છે
- 5 લાખ સુધીનો જે ખર્ચ છે તેમાં હોસ્પિટલમાં દાખલ થવા ઉપરાંત જરૂરી તપાસ, દવા, ભર્તી પહેલાનો ખર્ચ અને સારવાર પુરી થવા સુધીના ખર્ચનો પણ સમાવેશ થાય છે.
- 30 રાજ્ય 443 જિલ્લાની મળેલી વડાપ્રધાન જન આરોગ્ય યોજનાની સુવિધા
- 86 ટકા ગ્રામીણ પરિવારોનો કોઇ હેલ્થ ઇન્શ્યોરન્સ નહી
-વડાપ્રધાન જન આરોગ્ય યોજના અથવા આયુષ્માન ભારત યોજનાનો લાભ ઉઠાવવા માટે આધારકાર્ડ જરૂરી નહી.
- આધારકાર્ડ વોટર આઇડી કાર્ડ અથવા રેશન કાર્ડ આપી શકે છે.
- વિમા યોજના સાથે જોડાયેલી તમામ હોસ્પિટલોમાં એક આયુષ્માન મિત્ર લોકોની મદદ માટે થશે.
- મોંઘી સારવારના કારણે ગરીબીથી બહાર નથી નિકળી શકતી જનતા.