નવી દિલ્હીઃ દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની નરેન્દ્ર મોદી સરકાર 'આઝાદી કા અમૃત મહોત્સવ'ના રૂપમાં જોર-શોરથી ઉજવણી કરી રહી છે. મોદી સરકારે આ વર્ષને ખાસ બનાવવા માટે જેલોમાં બંધ કેદીઓ પર મોટો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ તબક્કામાં થશે છોડવાનું કામ
સૂત્રો પ્રમાણે મોદી સરકારે નિર્ણય કર્યો છે કે દેશભરની જેલમાં બંધ કેદીઓની કેટલીક શ્રેણીને આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ વિશેષ માફી આપવામાં આવશે. તેમને છોડવાનું આ કામ ત્રણ તબક્કામાં થશે. 


પ્રથમ તબક્કો 15 ઓગસ્ટ 2022ના
તેમાં પ્રથમ તબક્કો આઝાદીની 75મી વર્ષગાંઠ એટલે કે 15 ઓગસ્ટ 2022ના થશે. તે દિવસે ખાસ શ્રેણીઓના કેદીઓને છોડવામાં આવશે. તો બીજો તબક્કો 26 જાન્યુઆરી 2023ના ગણતંત્ર દિવસ પર થશે.


આ પણ વાંચોઃ દુનિયાના 50 સર્વાધિક પ્રદૂષિત શહેરોમાં 35 ભારતના, દિલ્હી સતત ચોથા વર્ષે સૌથી પ્રદૂષિત રાજધાની


સારા વર્તનવાળા કેદીઓને મળશે માફી
તેનો ત્રીજો અને અંતિમ તબક્કો 15 ઓગસ્ટ 2023ના થશે. તે દિવસે કેદીઓને માફી અને જેલમાંથી મુક્તિ આપવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય જેલમાં સારૂ વર્તન કરનાર કેદીઓને પ્રોત્સાહન આપવાનો છે. 


સૂત્રોનું કહેવું છે કે આ વિશેષ યોજનામાં ગંભીર અને જધન્ય અપરાધ કરનાર કેદીઓને માફી આપવામાં આવશે નહીં. તે આરોપીઓએ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા કોઈપણ સ્થિતિમાં પૂરી કરવી પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube