નવી દિલ્હી : કેન્દ્રની એનડીએ સરકારે લોકસભામાં ત્રિપલ તલાક બિલ રજુ કરી દીધું છે. વિપક્ષ સહિત તમામ અન્ય દળોના સાંસદ તેનો વિરોધ કરી રહ્યા છે. સપા સાંસદ આઝમ ખાન તો બે પગલા આગળ વધી ગયા. તેમણે કહ્યું કે, આ મુદ્દે કુરાનના મંતવ્યો માંગશે. સોમવારે લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ અંગે ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન આઝમ ખાને સ્પષ્ટ રીતે જણાવ્યું કે, આ અમારો વ્યક્તિગત્ત મુદ્દો છે. તેમાં કુરાનથી હટીને કોઇ વાત સ્વિકાર નહી કરવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાન ભાજપ અધ્યક્ષ મદનલાલ સૈનીનું નિધન, એઇમ્સ લીધા અંતિમ શ્વાસ
રામપુરના સાંસદ આઝમ ખાને કહ્યું કે, કોઇ એક તલાક માને છે, માનો કે કોઇ બે માનો છો તો માનો. કોઇ ત્રિપલ તલાક માને છે માનો નથી માનતા તો નથી માનતા. હું કહુ છું કે આ અમારો વ્યક્તિગત્ત મુદ્દો છે, તેના પર કુરાન જે નિર્ણય આપે છે. તે રાયથી હટીને કોઇ વાત કબુલ કરવામાં નહી આવે. 


કચોરી વેચનારને ત્યાં GSTના દરોડા, અધિકારીઓ સંપત્તી જોઇ ચોંકી ઉઠ્યા !
બળાત્કાર હત્યાના દોષીત રામ રહીમને મળશે જામીન? જેલ મંત્રીએ કહ્યું "વ્યવહાર" સારો
આઝમ ખાને સોમવારે દેશની તુલના એક સારા વ્યક્તિ તરીકે કરતા કહ્યું કે, તેને સારા વ્યક્તિ તરીકે રહેવું જોઇે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી પર ઘણી મોટી જવાબદારી છે અને તેવામાં જે કહેવામાં આવે તેને પુર્ણ પણ કરવામાં આવવું જોઇએ. 
લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ અંગે ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચામાં હિસ્સો લેતા આઝમ ખાને કહ્યું કે, અમારી વ્યવસ્થા એવી છે જેમાં રાષ્ટ્રપતિને લખેલુ વાંચેલું હોય છે. એવામાં જે માળખાના સવાલોનાં જવાબ તેમાં હોવું જોઇએ, તેઓ આમા નહોતું. તેમણે આરોપ લગાવ્યો કે આ દેશની બીજી સૌથી મોટી વસ્તી સાથે જે ગેરવર્તણુંક થઇ રહી છે તે યોગ્ય નથી.