લખનઉઃ સમાજવાદી પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી આઝમ ખાનને અલ્હાબાદ હાઈકોર્ટે જામીન આપી દીધા છે. વક્ફ બોર્ડની સંપત્તિને ખોટી રીતે પોતાની યુનિવર્સિટીને ટ્રાન્સફર કરવાના મામલામાં આઝમ ખાનને જામીન મળ્યા છે. આ ચુકાદો જસ્ટિસ રાહુલ ચતુર્વેદીની સિંગલ બેંચે સંભળાવ્યો છે. પરંતુ જામીન મળવા છતાં આઝમ ખાન જેલમાંથી બહાર આવી શકશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજુ જેલમાંથી બહાર આવશે નહીં
ત્રણ દિવસ પહેલા એક નવો કેસ દાખલ થવાને કારણે સપા નેતા બહાર આવી શકશે નહીં. મહત્વનું છે કે ડુપ્લીકેટ ડોક્યૂમેન્ટના સહારે 3 સ્કૂલોની માન્યતા કરાવવાના મામલામાં આઝમ ખાન વિરુદ્ધ રામપુરમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસના વોરંટને સીતાપુર જેલમાં સામેલ પણ કરાવી દેવામાં આવ્યું છે. 


શું છે મામલો
વક્ફ બોર્ડની જમીનને પોતાના પક્ષમાં કરાવવાના મામલામાં ઓગસ્ટ 2019માં લખનઉમાં પત્રકાર ઉલ્લમા જમીરનકવીએ કેસ દાખલ કરાવ્યો હતો. બાદમાં આ કેસને રામપુરના અઝીમ નગર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 


આ પણ વાંચોઃ પંજાબની સુરક્ષા માટે માન સરકાર હાનિકારક, કોંગ્રેસે કેન્દ્રના દખલની કરી માંગ


સપાના નેતા અને યુપીના પૂર્વ મંત્રી વિરુદ્ધ અત્યાર સુધી 88 કેસ દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી 86 કેસમાં તેમને જામીન મળી ચુક્યા છે. આજના મામલાને ગણવામાં આવે તો આઝમ ખાનને 87 કેસમાં જામીન મળી ચુક્યા છે. 


બે વર્ષથી જેલમાં બંધ છે આઝમ ખાન
જેલમાં રહેતા આઝમ ખાને રામપુરથી વિધાનસભાની ચૂંટણી જીતી હતી. તે ફેબ્રુઆરી 2020થી જેલમાં બંધ છે. આ પહેલા આઝમ ખાનની જામીન અરજી અલ્હાબાદ હાઈકોર્ટમાં પાંચ મહિના કરતા વધુ સમય સુધી પેન્ડિંગ રહેવા પર સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી. કોર્ટે આ મામલાની સુનાવણી 11 મે સુધી ટાળી હતી. હવે સુપ્રીમ કોર્ટની સુનાવણીના એક દિવસ પહેલા હાઈકોર્ટે આઝમ ખાનને જામીન આપી દીધા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube