રામપુર : અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મુદ્દે આયોજીત કરવામાં આવેલી ધર્મસભા મુદ્દે યુપી સરકારે કલમ 144 લાગુ કરેલી હતી. જો કે તેમ છતા પણ પણ લોકો આયોજનમાં પહોંચ્યા. કલમ 144નો ખુલ્લેઆમ ભંગ થયો હતો.જે મુદ્દે પૂર્વ મંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને કહ્યું કે અયોધ્યામાં કલમ 144 માત્ર મુસલમાનો માટે જ લાગી છે. ભાજપ આરએસએસ અને શિવસેના માટે નહી ? તેમણે કહ્યું કે મુસ્લિમ અયોધ્યા છોડીને જતા રહ્યા, તો ખાલી થઇ ગયું. અંગ્રેજોએ કલમ 144 બનાવી હતી, તે સમયે હિન્દુસ્તાની કે આફ્રીકી લોકોની ધરપકડ કરવામાં આવતી હતી. આ કાયદો હંમેશાથી નબળા લોકો માટે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઝામ ખાને કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી કેન્દ્ર સરકારમાં ભાગીદાર છે. બાબરી મસ્જીદ તોડી પાડવામાં માત્ર શિવસેનાનું યોગદાન છે. માત્ર તેમણે જ આની શરૂઆત કરી હતી અને આખરી ઇંટ સુધી તેમણે હટાવી છે. ભારતીય જનતા પાર્ટીએ તો માત્ર શ્રેય લેવાનો પ્રયાસ કર્યો છે. જે તેમને હજી સુધી નથી મળ્યો. આઝમ ખાને  કહ્યું કે, હવે જ્યા સુધી મંદિર બનાવવાની વાત છે, જ્યારે તોડી પાડવામાં આવ્યં ત્યારે મુસલમાન ક્યાંય નહોતો તેમના પર પ્રતિબંધ હતો અને કેટલાક બહાદુર લોકો એકત્ર થયા અને એક વૃદ્ધ થયેલ ઇમારતને ડાયનામાઇટની મદદથી તોડી પાડ્યો. કોઇ જોનાર વ્યક્તિ નહોતો, તો રોકનારુ કોણ હોત. બસ પીએસસી ફોજ ખાલી કરી રહી હતી. 

તો ઉત્તરપ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરે રાજ્યપાલ
બીજી તરફ પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી - લોહિયાએ પણ અયોધ્યામાં નિષેધાજ્ઞા લાગુ હોવા છતા વિશ્વ હિંદુ પરિષદ (VHP)ની ધર્મસભામાં ટોળુ જમા કરવા મુદ્દે ઉત્તરપ્રદેશની ભાજપ સરકારની મંશા પર સવાલ પેદા કરતા આજે કહ્યું કે, જો સરકાર સ્થિતી પર કાબુ નહી મેળવે તો સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે.