(મોહમ્મદ આમિરય/રામપુર) નવી દિલ્હી: આઝમ ખાને જયાપ્રદાનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું અને કેરેક્ટર પર આંગળી ચીંધી. આઝમ ખાને કહ્યું કે "અમે બાળકોને ભણાવી રહ્યાં છીએ. અમે રં***ખાનું નથી ખોલ્યું." આઝમ ખાને કહ્યું કે "હું રં*** શબ્દનો ખાસ રીતે ઉપયોગ કરી રહ્યો છું. લોકો જાણે છે કે આ શબ્દ કોને લાગે છે. સમાજમાં આ શબ્દને મોહતરમ માની લેવાશે તો સમાજ પ્રગતિ કેવી રીતે કરશે અને કેવી રીતે માથું ઊચું કરીને ચાલશે. " અહીં તમે જોયું હશે કે અમે આઝમ ખાન દ્વારા ઉપયોગમાં લેવાયેલા શબ્દોનો સંપૂર્ણ રીતે ઉલ્લેખ કર્યો નથી કારણ કે તેમણે જે શબ્દોનો ઉપયોગ કર્યો તે શબ્દોને ઝી ન્યૂઝ પોતાના અહેવાલમાં દર્શાવી શકે નહીં, ઝી ન્યૂઝની શબ્દાવલીની ગરિમાને અનુરૂપ નથી. એક રાજનેતા અને લાખો લોકોના પ્રતિનિધિ થઈને આઝમ ખાને જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તે ખુબ જ આપત્તિજનક અને ભારતીય સભ્યતાની ગરિમાને ઠેસ પહોંચાડનારા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ વિગતો માટે જુઓ વીડિયો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...