Yogi Adityanath on Azamgarh: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે આઝમગઢમાં એક યુનિવર્સિટીની આધારશિલા રાખવાના અવસર પર જિલ્લાના નામમાં બદલાવના સંકેત આપવા માટે કહ્યું કે આઝમગઢની આ યુનિવર્સિટી ખરેખરમાં આઝમગઢને આર્યમગઢ બનાવી જ દેશે, તેમાં કોઇ સંદેહ હોવી ન જોઇએ. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે આઝમગઢમાં રાજ્ય યુનિવર્સિટીની આધારશિલા રાખી અને શાહે આ યુનિવર્સિટીનું નામ મહારાજા સુહેલદેવના નામ પર રાખવા માટે મુખ્યમંત્રી સાથે આગ્રહ કર્યો. અમિત શાહનું ભાષણ થતાં જ યોગી આદિત્યનાથે આ નવા રાજ્ય યુનિવર્સિટીનું નામ મહારાજા સુલેહદેવના નામ પર રાખવાની જાહેરાત કરી દીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અવસર પર ગત સરકારો પર હુમલો કરતાં યોગીએ કહ્યું 'આ તે જ આઝમગઢ છે, જ્યારે 2014 અને 2017 પહેલા6 અહીં યુવાનો દેશની ક્યાંય જતા હતા તો હોટલમાં રૂમ મળતો ન હતો, ધર્મશાળામાં રૂમ મળતો ન હતો. ઓલખનું એક સંકટ ઉભું થયું હતું. કોઇપણ પાર્ટીનું નામ લીધા વિના યોગીએ કહ્યું 'અમે અહીં જાણવા માંગીએ છીએ કે આ ઓળખનું સંકટ ઉભું કરનાર કયા લોકો હતા, આ તે લોકો હતા જે જાતિના નામે ભાગલા પાડતા હતા, પરંતુ પોતાના પરિવારના ખિસ્સા ભરતા હતા.' 

બેટરી વિનાનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર હશે 40% ટકા સસ્તું, આગામી મહિને ભારતમાં બનશે બોનસ


યોગીએ કહ્યું કે આઝમગઢ રાજ્ય યુનિવર્સિટી આગામી સત્રથી પ્રારંભ થઇ જશે અને આઝમગઢ અને મઉના 400 મહાવિદ્યાલયોના બે લાખ 66 હજાર બાળકોને આ યુનિવર્સિટીથી સમ્બદ્ધ કરીને અહીં ડિગ્રી આપવાનું પણ કાર્ય કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું ''મને યાદ છે કે જ્યારે યૂપીમાં (2017માં) ભાજપની સરકાર બની હતી ત્યારે અમિત શાહે કહ્યું હતું કે પૂર્વાંચલ એક્સપ્રેસવ એ પ્રકારે બનાવવો જોઇએ કે આ આઝમગઢ અને પૂર્વાંચલના વિકાસની કરોડરજ્જુ બનો.'


આઝમગઢના સાંસદ છે અખિલેશ યાદવ
અત્રે ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનો મત વિસ્તાર છે આઝમગઢ. અખિલેશ યાદવ સતત મુખ્ય્માંત્રી નામ બદલવા અને રંગ બદલવાનો આરોપ લગાવે છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે ફૈજાબાદ જિલ્લા અને મંડળનું નામ બદલી અયોધ્યા અને ઇલાહાબાદ જિલ્લા અને મંડળનું નામ બદલીને પ્રયાગરાજ કરી દીધું. આ ઉપરાંત મુગલસરાય રેલવે સ્ટેશન, ફૈજાબાદ સ્ટેશન સહિત અન્ય ઘણા નામ ભાજપ સરકારમાં બદલાઇ ગયા છે. 

NZ-AUS વચ્ચે થાય છે ભારત-PAK જેવી ટક્કર, આ વાતને લઇને છે વિવાદ


રાજ્ય યુનિવર્સિટીની આધારશિલાના ઘટનાસ્થળે આયોજિત સમારોહને સંબોધિત કરતાં ઉપમુખ્યમંત્રી દિનેશ શર્માએ કહ્યું કે રાજ્ય યુનિવર્સિટી આઝમગઢમાં શિક્ષાના ક્ષેત્રમાં એક નવી ક્રાંતિની શરૂઆત થશે. શર્માએ કહ્યું કે આ યુનિવર્સિટી નર્સિંગ, ફાર્મસી અને કોમ્યુટર સંબંધિત વિભિન્ન રોજગારલક્ષી અભ્યાસક્રમ ચલાવશે. પછી પત્રકારો સાથે વાતચીત કરતાં શર્માએ કહ્યું કે હવે ઘણા નેતા ભગવાન રામના હવામાની ભક્ત બનીને સામે આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube