Video: જાહેરમાં પિતા-પુત્રો વચ્ચે જબરદસ્ત મારપીટ, ઢીકાપાટુ અને હોકીથી હુમલો
Baap Bete Ki Ladai: CCTV ફુટેજમાં જોવા મળી રહ્યું છે કે સંપત્તિના નામ પર સગા ભાઈ એકબીજાના દુશ્મન બની ગયા છે. પહેલા મારામારી થઈ પરંતુ ત્યારબાદ પિતા પણ હોકી સ્ટીક લઈને પોતાના પુત્રો પર હુમલો કરી રહ્યાં છે.
નવી દિલ્હીઃ Baap Bete Ki Ladai: બિહારના રોહતાસ જિલ્લામાં પ્રોપર્ટીના એક વિવાદને કારણે પિતા અને પુત્રોમાં જબરદસ્ત મારપીટ થઈ છે. આ મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર ઘટના રોહતાસ જિલ્લાના દિનારા વિસ્તારની છે, જ્યાં સંપત્તિને લઈને પિતા અને પુત્રો વચ્ચે મારપીટના સીસીટીવી સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે દિનારા બજારના કારોબારી શ્રીરામ સાહ અને તેના બે પુત્રો વચ્ચે મારામારી થઈ છે.
મોટો પુત્ર સંજય અને નાનો પુત્ર ચંદન એક તરફ છે તો બીજીતરફ શ્રીરામ સાહ અને તેનો એક પુત્ર મિથિલેશ કુમાર છે. આ વીડિયો બે દિવસ પહેલાનો છે. જ્યારે પિતા-પુત્રો વચ્ચે મારપીટ દરમિયાન હોકી સ્ટિક પણ ચાલવા લાગી હતી. પિતાનો આરોપ છે કે તેના બે પુત્ર એક દિવસ અચાનકથી દુકાન પર આવ્યા અને સ્ટાફને તે કહીને ભગાડ્યા કે દુકાન બંધ થશે અને તેમાં તાળુ લાગશે. પિતાએ કહ્યુ કે જ્યારે તેમણે તેનો વિરોધ કર્યો તો બંને પુત્રોએ હુમલો કરી દીધો હતો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube