ધનતેરસનાં દિવસે બાબા રામદેવ લોન્ચ કરશે પતંજલી પરિધાન
રાજધાની દિલ્હીમાં પતંજલી પરિધાનનો મેગા શોરૂમ ચાલુ થઇ રહ્યો છે, તે ઉપરાંત દેશનાં અનેક સ્થળોએ કાલથી થશે ઉદ્ધાટન
હરિદ્વાર : બાબા રામદેવ ઝડપથી એક નવા બિઝનેસની શરૂઆત કરવા જઇ રહ્યા છે. ધનતેરજના દિવસે બાબારામ દેવ પતંજલી પરિધાન નામથી એક ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જંપ લાવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર ધનતેરકના દિવસે બાબા રામદેવ ઘણા રાજ્યોમાં એક સાથે પતંજલી જીન્સ, કુર્તા, બાળકોનાં કપડાની સાથે સાડી લોન્ચ કરવા જઇ રહ્યા છે. રાજધાની દિલ્હીમાં તેનો એક મેગા શોરૂમ ચાલુ થઇ રહ્યો છે. ગત્ત દિવસોમાં પતંજલીના પ્રમુખ આચાર્ય બાલકૃષ્ણએ એક ટીવી ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે જીન્સ એટલું લોકપ્રિય થઇ ચુક્યું છે કે તેને ભારતીય સમાજથી અલગ કરવું શક્ય નથી.
પોતાના નવા બિઝનેસ અંગે બાબા રામદેવનું કહેવું છે કે ધનતેરસ પ્રસંગે પતંજલી એક નવી બિઝનેસની શરૂઆત કરી રહ્યું છે. તેના કારણે લોકોને સસ્તા અને સારા વસ્ત્રો મળશે અને આ પ્રકારે આશરે 3000 સામાનની એક સીરીઝ સાથે પતંજલી લોંચ કરવા જઇ રહ્યું છે.
બાબા રામદેવ ગારમેન્ટ બિઝનેસમાં ઉતરતા પહેલા ડેરી પ્રોડક્ટનો બિઝનેસ ચાલુ કરી ચુક્યા છે. પતંજલી દુધની માંગ ધીરે ધીરે વધી રહી છે. ગારમેન્ટ બિઝનેસ ખોલવા માટે તેમણે તેની પ્રક્રિયા પહેલા જ ચાલુ કરી દીધી હતી. થોડા મહિનાઓ પહેલા તેમણે પતંજલી પરિધાન માટે એક્સક્લૂસિવ બ્રાન્ડ આઉટલેટ ખોલવા માટે અરજીઓ પણ મંગાવી હતી. તેની માહિતી તેમણે ટ્વીટ કરીને આપી હતી.
પતંજલીનું પરિધાનનો આઉટલેટ દેશનાં અલગ અલગ શહેરોમાં ખુલવાનાં છે. જો તમે પતંજલીનો આઉટલેટ ખોલવા માંગતા હો તો તમારી પાસે 2 હજાર સ્કવેર મીટરની જગ્યા હોવી જોઇએ. તે ઉપરાંત તમારી પાસે ગારમેન્ટ્સ અને ટેક્સટાઇલ બિઝનેસનો અનુભવ પણ જરૂરી છે.