નવી દિલ્હી : યોગ ગુરૂ સ્વામી રામદેવે ધનતેરસના ખાસ પ્રસંગે ગારમેન્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો છે. તેમણે સોમવારે નવી દિલ્હીનાં નેતાજી સુભાષ પ્લેસમાં પહેલા પતંજલી પરિધાનનાં શોરૂમનું ઉદ્ઘાટન કર્યું છે. આ શોરૂમમાં 3 હજાર નવા ઉત્પાદનો મળશે. તેમાં ભારતીય કપડાઓથી માંડીને વેસ્ટર્ન કપડા, એસેસરીઝ અને ઘરેણાનું પણ વેચાણ થશે. દિવાળી પ્રસંગે આ શોરૂમમાં 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે. પતંજલી જીન્સની કિંમત 500 રૂપિયા રાખવામાં આવી છે. શોરૂમમાં લંગોટથી માંડીને કોટ જેવા તમામ પરિધાનો મળશે. શોરૂમના ઉદ્ધાટન પ્રસંગે રામદેવ બાબાની સાથે ઓલમ્પિક પદક વિજેતા પહેલવાન સુશીલ કુમાર અને ફિલ્મ પ્રોડ્યુસર મધુર ભંડારકર પણ હાજર રહ્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ
દિવાળી પ્રસંગે આ શોરૂમમાં 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે. આ ઓફર ભાઇબીજ સુધી ચાલશે. રામદેવે જણાવ્યું કે, ડિસેમ્બર સુધી તેઓ દેશમાં આશરે 25 નવા સ્ટોર ખોલશે. પરિધાન શોરૂમ લિવ ફિટ સ્પોર્ટસ વેર, એથનિક વેર, આસ્થા વીમેન્સ વિયર અને સંસ્કાર મેંસ વિયર નામથી અલગ અલગ કેટેગરીમાં કપડા વહેંચાશે. મેસ વિયરમાં જિન્સમાં પણ વહેંચાશે. તેમાં ભારતીય કપડાથી માંડીને વેસ્ટર્ન કપડા, એસેસરીઝ અને ઘરેણાનું વેચાણ પણ થશે. 

ઓફીસ વેરથી માંડીને તમામ પ્રસંગને અનુરૂપ વસ્ત્રો
બાબા રામદેવે જણાવ્યું કે, વિશષ પ્રસંગોથી માંડીને કેજ્યુઅલ વેર અહીં મળશે. જો કોઇ કપડા તમારી પસંદગીનું ખરીદીને સિવડાવવા માંગો તો તે સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. જીન્સમાં સેંકડો ઓપ્શન છે. પતંજલીએ આયુર્વેદિક દવાઓથી શરૂઆત કરી હતી. ત્યાર બાદ કંપની એફએમસીજી માર્કેટમાં ઉતરી. હેલ્થ કેર, ફૂડ પ્રોડક્ટ્સ, હોમ કેર, પર્સનલ રેકર સેગમેન્ટમાં પતંજલીની પ્રોડક્ટ છે અને હવે કંપની ડેરી પ્રોડક્ટ અને ગારમેન્ટમાં પણ આવી ચુકી છે. 

શુઝથી માંડીને ખડાઉ પણ મળશે.
બાબા રામદેવે જણાવ્યું કે તેમના શોરૂમમાં શુઝથી માંડીને ચાખડી પણ મળશે. એટલું જ નહી બેલ્ટ પણ મળશે જે આર્ટિફિશિયલ લેધરથી બનેલું હશે. જ્યારે પુરૂષો અને કિડ્સ વેરને સંસ્કાર નામ આપવામાં આવ્યું છે. બાબાએ ઉદ્ધાટનની સાથે સાથે એક ઝિંગલની ચર્ચા કરતા કહ્યું કે,  "संस्कार पहनो, संस्कारी दिखो. आस्था के साथ अपने राष्ट्र को देश को मजबूत बनाओ, लिवफिट पहनो, फिट रहो."