નવી દિલ્હી: યોગગુરુ બાબા રામદેવે અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)ને ભારતમાં ગેરકાયદેસર પ્રવાસીઓની સંખ્યાને નિયંત્રિત કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. રોહતકમાં મસ્તનાથ મઠમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા બાબા રામદેવે કહ્યું કે ભારતમાં ત્રણથી ચાર કરોડ લોકો ગેરકાયદેસર રીતે રહી રહ્યાં છે. આ લોકો બાદ રોહિંગ્યા પણ ભારતમાં આવી ગયાં. જેમને ખોટી રીતે ટ્રેનિંગ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે જો રોહિંગ્યા પણ ભારતમાં વસી ગયા તો બીજા 10 કાશ્મીર તૈયાર થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર એટલે કે એનઆરસીનું સમર્થન કરતા તેમણે કહ્યું કે ભલે તે બાંગ્લાદેશી, પાકિસ્તાની, રોહિંગ્યા કે અમેરિકી સુદ્ધા કેમ ન હોય, ગેરકાયદેસર પ્રવાસીઓએ હંમેશથી ભારતની સુરક્ષા માટે એક મોટો ખતરો પેદા કર્યો છે અને આથી તે તેમામને નિર્વાસીત કરવા જોઈએ. તેમણે કહ્યું કે આપણે એક જ કાશ્મીરને સંભાળવામાં સક્ષમ નથી અને જો રોહિંગ્યાઓને અહીં રહેવાની મંજૂરી અપાઈ તો તેઓ દસ બીજા કાશ્મીર જેવી સ્થિતિ પેદા કરશે. જે દેશ માટે પરેશાનીનું કારણ બની શકે છે. 



બાબા રામદેવે અનામત વ્યવસ્થામાં ફેરફારનું પણ સૂચન કર્યું. અનામતના મુદ્દે યોગ ગુરુ બાબા રામદેવે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ વ્યવસ્થાને બદલવી જોઈએ. અનામત દલિત અને પછાતોમાં સમર્થ લોકોને મળવી જોઈએ નહીં. તેમાં ક્રિમી લેયરને પરિભાષિત કરવી જોઈએ. તેમણે કહ્યું કે જ્યાં સુધી ગરીબી દૂર નહીં થાય ત્યાં સુધી અનામતની આગ સરળતાથી ઓલવાશે નહીં. અત્રે જણાવવાનું કે હરિયાણાના રોહતકમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેમણે આ પ્રતિક્રિયા આપી.