Baba Ramdev પણ લેશે કોરોના રસી, Allopathy અને ડોક્ટરો વિશે ફરી આપ્યું મોટું નિવેદન
એલોપેથીને લઈને ટિપ્પણી કર્યા બાદ વિવાદોમાં ઘેરાયેલા યોગગુરુ બાબા રામદેવ પણ હવે કોરોના વાયરસની રસી મૂકાવશે.
નવી દિલ્હી: એલોપેથીને લઈને ટિપ્પણી કર્યા બાદ વિવાદોમાં ઘેરાયેલા યોગગુરુ બાબા રામદેવ પણ હવે કોરોના વાયરસની રસી મૂકાવશે. આ સાથે જ સ્વામી રામદેવે અન્ય લોકોને પણ કોરોના રસી લેવાની અપીલ કરી છે. જો કે તેમણે એ વાતની જાણકારી નથી આપી કે તેમણે કોરોના રસી લેવાનો નિર્ણય કેમ કર્યો છે.
પહેલા કહ્યું હતું કે રસીની જરૂર નથી
અત્રે જણાવવાનું કે આ અગાઉ બાબા રામદેવે કહ્યું હતું કે તેઓ યોગ અને આયુર્વેદનો ડબલ ડોઝ લઈ રહ્યા છે અને તેમને કોરોના રસી મૂકાવવાની કોઈ જરૂર નથી. બાબા રામદેવે દાવો કર્યો હતો કે વાયરસના ગમે તેટલા વેરિએન્ટ આવે, તેમને સંક્રમણનો કોઈ જોખમ થવાનું નથી. કારણ કે તેમને યોગ સંભાળી લેશે. તેમણે કહ્યું હતું કે કોરોનાને માત આપવા માટે લોકોએ પોતાની ઈમ્યુનિટી સિસ્ટમ મજબૂત કરવી પડશે. જેથી કરીને સંક્રમણથી બચી શકાય.
બીમારીઓ વિરુદ્ધ યોગ કરે છે ઢાલનું કામ-રામદેવ
એક રિપોર્ટ મુજબ બાબા રામદેવે લોકોને કહ્યું છે કે તેઓ યોગ અને આયુર્વેદનો અભ્યાસ કરે. તેમણે કહ્યું કે યોગ બીમારીઓ વિરુદ્ધ એક ઢાલ તરીકે કામ કરે છે અને કોરોનાથી પેદા થતી જટિલતાઓથી બચાવે છે.
Covid-19 Updates: દેશમાં 24 કલાકમાં કોરોનાથી રેકોર્ડબ્રેક 6000થી વધુ લોકોના મોત, જાણો લેટેસ્ટ અપડેટ
બાબા રામદેવે એલોપેથી ડોક્ટરોને ગણાવ્યા દેવદૂત
સ્વામી રામદેવે ડ્રગ માફિયાઓ પર ટિપ્પણી કરતા કહ્યું કે 'અમારી કોઈ સંગઠન સાથે દુશ્મની નથી અને તમામ સારા ડોક્ટરો આ ધરતી પર ભગવાન દ્વારા મોકલવામાં આવેલા દેવદૂત છે. લડાઈ દેશના ડોક્ટરો સામે નથી, જે ડોક્ટરો અમારો વિરોધ કરી રહ્યા છે તેઓ કોઈ સંસ્થા દ્વારા નથી કરી રહ્યા.'
PICS: BJP માં જોડાયેલા આ અભિનેતાના કારણે TMC સાંસદ નુસરતનું લગ્નજીવન ખાડે ગયું? અફેરની ચર્ચાઓ
ઈમરજન્સીમાં એલોપેથી અને સર્જરી વધુ સારા: બાબા રામદેવ
બાબા રામદવે ફરી એકવાર એલોપેથીને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 'તેમાં કોઈ શક નથી કે એલોપેથી અને સર્જરી ઈમરજન્સી કેસમાં વધુ સારા છે. અમે ઈચ્છીએ છીએ કે દવાઓના નામ પર કોઈને પરેશાન કરવામાં ન આવે અને લોકોને ડ્રગ માફિયાઓથી છૂટકારો મળે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube