Baba Vanga Prediction December 2022:  બલ્ગેરિયાના પ્રસિદ્ધ જ્યોતિષી બાબા વેંગાની ભવિષ્યવાણીઓ હંમેશા ચર્ચામાં રહે છે.  કારણ કે તેમની અનેક ભવિષ્યવાણીઓ અત્યાર સુધીમાં સાચી સાબિત થઈ છે. પશ્ચિમી દેશોના મીડિયા રિપોર્ટ્સ મુજબ બાબા વેંગાએ વર્ષ 2022 માટે તેમણે કુલ 6 ભવિષ્યવાણીઓ કરી હતી જેમાંથી 2 ભવિષ્યવાણી સાચી પડી ચૂકી છે. આવામાં ચિંતા એ છે કે આવનારા સમયમાં કદાચ અન્ય ભવિષ્યવાણી સાચી પણ પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ચાર ભવિષ્યવાણી પર લોકોની નજર
બાબા વેંગાએ વર્ષ 2022માં કોરોના વાયરસ બાદ એક નવા ઘાતક વાયરસના આવવાની ભવિષ્યવાણી કરી હતી. જેની શરૂઆત સાઈબિરિયાથી થઈ શકે છે. આ ઉપરાંત બાબા વેંગાએ એલિયન હુમલા, તીડના આક્રમણથી દુષ્કાળ જેવી સ્થિતિ અને વર્ચ્યુઅલ રિયાલિટીમાં વૃદ્ધિની પણ ભવિષ્યવાણી કરી હતી. 


ભારત પર આવી શકે છે આ મુસીબત
બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ વર્ષ 2022માં ભારતમાં દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થવાની ભવિષ્યવાણી કરાઈ હતી. બાબા વેંગાએ કહ્યું હતું કે વર્ષ 2022માં દુનિયાભરના દેશોમાં તાપમાનમાં ઘટાડો થશે અને તેનાથી તીડના ટોળાનું આક્રમણ વધશે. જેની ઊંડી અસર ભારત પર પડશે અને અહીં પાક બરબાદ થવાથી ભૂખમરા જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2020માં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશમાં તીડના ટોળા ત્રાટક્યા હતા અને પાક નાશ કર્યો હતો. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube