ભૂતકાળમાં ભ્રમણ: આજના જ દિવસે બાબરી વિધ્વંસ અને રામલલાની સ્થાપના થઇ હતી
6 ડિસેમ્બર 1992ના રોજ વિવાદિત બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી, આજ સુધી ચર્ચાના કેન્દ્રમાં રહે છે
નવી દિલ્હી : 26 વર્ષ પહેલા ઉત્તરપ્રદેશનાં અયોધ્યામાં હજારો કારસેવકોની હાજરીના કારણે ધણધણી ઉઠ્યું હતું. 6 ડિસેમ્બર, 1992નાં રોજ જય શ્રી રામનાં નારા લગાવતા કારસેવક બાબરી મસ્જિદનાં ગુબજ પર ચઢી ગયા અને તેને જમીન દોસ્ત કરીને ટેંટમાં રામલલાની મુર્તિ મુકી દીધી. જો કે તમામ રાજનીતિક વચનો અને ઇરાદાઓ છતા અઢી દશક જવા છતા પણ ભવ્ય મંદિરનું નિર્માણ આજ દિન સુધી નથી થઇ શક્યું. જો કે બાબરી વિધ્વંસની આ વરસી પર પરિસ્થિતી જુદી છે. આ તારીખ જ્યાં શોર્યનું પ્રતિક માનવામાં આવે છે. ત્યારે વિધ્વંસને ગુનો ગણાવીને સંવિધાન બચાવો રેલીનો નારો પણ બુલંદ થઇ રહ્યો છે.
આગામી વર્ષે યોજાનાર સામાન્ય ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં રામ મંદિર નિર્માણ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. મહારાષ્ટ્રમાંથી નિકળીને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અયોધ્યા જઇ આવ્યા છે અને મોદી સરકારને રામ મંદિર નિર્માણની તારીખ જાહેર કરવાનું અલ્ટીમેટમ આપી દીધું છે. બીજી તરફ સાધુ-સંત પણ આકરાપાણીએ જોવા મળી રહ્યા છે. સંતોનાં કેટલાક જુથોએ સ્પષ્ટ ચેતવણી આપતા ચૂંટણીમાં પાઠ ભણાવવાની ચિમકી પણ ઉચ્ચારી ચુક્યા છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત પણ સ્પષ્ટ રીતે સરકાર પાસે કાયદો બનાવીને મંદિર નિર્માણની માંગ કરી ચુક્યા છે. નેતાઓનાં ભાષણથી માંડીને સંતોની સભાઓ પણ દર ચર્ચાના કેન્દ્રમાં આ સૌથી જ્વલંત મુદ્દો છે. આ તરફ 6 ડિસેમ્બર વિશ્વ હિંદૂ પરિષદ (VHP)એ નવા આંદોલનની તૈયારી કરી છે.
શોર્ય દિવસ
સામાન્ય રીતે વિહિપ 1993થી દર વર્ષે 6 ડિસેમ્બરે શોર્ય દિવસ સ્વરૂપે ઉજવે છે. જો કે આ વખતે સંગઠને નવા આંદોલનની શરૂઆત કરવાની યોજના બનાવી છે. 6 ડિસેમ્બરે જ્યાં કારસેવકપુરમ અયોધ્યામાં ધર્મસભાની સાથે હવન અને પુજન અર્ચનનો કાર્યક્રમ રાખવામાં આવશે. તમામ જિલ્લામાં મહાઆરતી કરીને જિલ્લાધિકારીને અરજી સોંપશે કે સંગઠનની યોજના છે. અયોધ્યામાં વિહિપના પ્રવક્તા શરદ શર્માએ જણઆવ્યું કે, શોર્ય દિવસ પ્રસંગે રામનગરીમા માં સરસ્વતીની વિશેષ પ્રાર્થના કરવામાં આવશે. જેથી તે લોકોનાં ખાસ કરીને નેતાઓની રામ મંદિર નિર્માણના રસ્તે કોઇ પણ બાધા હટાવવામાં મદદ કરે. તેમણે તેમ પણ જણાવ્યું કે, સર્વ બાધા મુક્તિ હવન કરવામાં આવશે. ગોળીઓ ખાનારા કારસેવકોને શ્રદ્ધાંજલી પણ આપવામાં આવશે.