લખનઉ: 28 વર્ષ બાદ બાબરી વિધ્વંસ કેસ (Babri Masjid Demolition case) માં આજે ચુકાદો આવ્યો. લખનઉ સ્થિત સીબીઆઈ (CBI) ની વિશેષ કોર્ટે 6 ડિસેમ્બર 1992ના રોજ તોડી પાડવામાં આવેલા વિવાદિત માળખાના કેસમાં આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો. આ કેસમાં પૂર્વ ઉપ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, જેવા અનેક મોટા નેતા આરોપી હતા. આવા હાઈ પ્રોફાઈલ કેસમાં ચુકાદો આવવાનો હોવાથી અયોધ્યા અને લખનઉમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.કોર્ટે કહ્યું કે આ ઘટના અચાનક બની હતી. આરોપીઓ વિરુદ્ધ પૂરતા પ્રમાણમાં પુરાવા નથી. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અડવાણી-જોશી સહિત કુલ 32 આરોપીઓ નિર્દોષ જાહેર
દાયકાઓ જૂના આ કેસમાં પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી, યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશી. પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી, સાક્ષી મહારાજ, સાધ્વી ઋતંભરા, વિશ્વ હિન્દુ પરિષદના નેતા ચંપત રાય, વિનય કટિયાર, મહંત નૃત્યગોપાલ દાસ, રામ વિલાસ વેદાંતી, ધરમદાસ, ડો.સતીષ પ્રધાન સહિત 32 આરોપી જાહેર કરાયા હતા.. આ કેસમાં કુલ 49 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા અને એફઆઈઆર દાખલ થઈ હતી જેમાંથી હાલ 32 આરોપીઓ જીવિત છે. 


ચુકાદો સંભળાવ્યો ત્યારે 32 આરોપીઓમાંથી ફક્ત 6 આરોપીઓ કોર્ટમાં હાજર નહતાં. જ્યારે 26 આરોપીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. બાકીના આરોપીઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટની કાર્યવાહીમાં સામેલ રહ્યા હતાં. જજ એસ કે યાદવે કહ્યું કે પૂરતા પુરાવા નથી. નેતાઓએ ભીડને રોકવાની કોશિશ કરી હતી. 


351 સાક્ષીઓની જુબાની
સીબીઆઈ તરફથી આરોપીઓ વિરુદ્ધ 351 સાક્ષીઓ અને લગભગ 600 દસ્તાવેજો રજુ  થયા હતાં. ન્યાયાધીશે આ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત સમય મુજબ આ માસના અંત સુધીમાં ચુકાદો સંભળાવવાનો છે. નોંધનીય છે કે અયોધ્યાનું વિવાદિત માળખુ કારસેવકોએ 6 ડિસેમ્બર 1992ના રોજ તોડી પાડ્યું હતું. 



કોના પર કઈ કલમ લાગી હતી?
આ આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 120બી (અપરાધિક ષડયંત્ર રચવાનો આરોપ), 147, 149, 153એ, 153બી અને 505(1) હેઠળ કેસ ચાલ્યો હતો. 


આરોપીઓના નામ
લાલકૃષ્ણ અડવાણી
મુરલી મનોહર જોશી
સાધ્વી ઋતંભરા
ઉમા ભારતી
વિષ્ણુ હરિ ડાલમિયા
અશોક સિંઘલ


આ સિવાય અન્ય આ આરોપીઓ સામે આઈપીસીની કલમ 147, 147 153એ, 153બી 295, 295એ, અને 505(1) તથી કલમ 120બી હેઠળ આરોપ છે. 


મહંત નૃત્ય ગોપાલ દાસ
મહંત રામ વિલાસ વેદાંતી
વૈકુંઠલાલ શર્મા ઉર્ફે પ્રેમજી
ચંપતરાય બંસલ
ધર્મદાસ
ડો.સતીષ પ્રધાન
કલ્યાણ સિંહ


પહેલી FIRમાં શું હતું?
મળતી માહિતી મુજબ આ કેસમાં કારસેવકો વિરુદ્ધ પહેલી એફઆઈઆર થઈ હતી. જેનો નંબર  197/1992 હતો. અત્રે જણાવવાનું કે આ એફઆઈઆરમાં કારસેવકો  પર આરોપ લગાવવામાં આવ્યો કે તેઓ ડકૈતી, લૂટફાટ, મારપીટ, ઈજા કરવી, સાર્વજનિક ઈદગાહને નુકસાન પહોંચાડવા અને ધાર્મિક સૌહાર્દ ભડકાવવાના મામલામાં સંડોવાયેલા છે. 


બીજી  FIRમાં શું હતું?
બીજી FIRની વાત કરીએ 198/1992 નંબરની આ એફઆઈરમાં ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આરએસએસ સંલગ્ન કુલ 8 મોટા નેતાઓ અને પદાધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા હતાં. આ તમામ નેતાઓ પર ભડકાઉ ભાષણ દ્વારા લોકોને ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો.