કોલકત્તાઃ ભાજપ છોડી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં સામેલ થયેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ બાબુલ સુપ્રિયોએ પોતાના પગલાને એક અવસર ગણાવ્યો છે. સાથે તેમણે જણાવ્યુ કે, ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ તેમને 'પ્લેઇંગ 11'માં રમવાની તક આપી છે. તેમણે કહ્યું કે, જિંદગીમાં જાહેર મામલાથી 'રિટાયર્ડ હર્ટ' (સક્રિય ન રહેવું) હોવાની આશંકા વચ્ચે તેમણે એક નવો રસ્તો ખોલી લીધો છે. બાબુલ સુપ્રિયો બુધવારે આસનસોલના સાંસદ પદેથી લોકસભા અધ્યક્ષને રાજીનામુ આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલકત્તામાં ટીએમસી મુખ્યાલયમાં મીડિયા સાથે વાત કરતા સુપ્રિયોએ કહ્યુ કે, કોઈને કંઈ સાબિત કરવું નથી. તે વર્ષ 2014માં આસનસોલથી ભાજપની ટિકિટ પર સાંસદ બન્યા બાદ જમીની સ્તર પર રાજનીતિ કરતા રહ્યા છે. સુપ્રિયોએ આગળ કહ્યુ કે, મને તે પાર્ટી (ટીએમસી) થી ખુબ પ્રેમ અને સમર્થન મળ્યું છે, જેની સાથે મારા સંબંધ ખરાબ રહ્યા છે. 


પ્લેઇંગ 11માં તક આપવા માટે આભાર
સુપ્રિયોએ આગળ કહ્યુ કે હું મમતા દીદી, અભિષેક બેનર્જી અને ટીએમસીને પ્લેઇંગ 11માં તક આપવા માટે આભાર માનુ છું. મને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગની જાણકારી છે. હું છેલ્લા સાત વર્ષથી રાજનીતિમાં છું. મને લાગ્યું કે જનકલ્યાણ માટે (ટીએમસીમાં સામેલ થવા પર) અહીં એક સારી તક હતી. 


આ પણ વાંચોઃ પંજાબને મળશે પ્રથમ દલિત મુખ્યમંત્રી, જાણો કોણ છે ચરણજીત સિંહ ચન્ની  


કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી હટાવ્યા બાદ ભર્યુ આ પગલું
કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી હટાવ્યા બાદ ઘણા સમય સુધી શાંત રહ્યા બાદ પોતાના તેવર દેખાડનાર ભાજપ સાંસદ સુપ્રિયો શનિવારે ટીએમસીમાં સામેલ થયા હતા. આસનસોલ સંસદીય સીટથી બીજીવાર લોકસભામાં પ્રતિનિધિત્વ કરી રહેલા સુપ્રિયોએ આ પહેલા કહ્યુ હતુ કે તે રાજનીતિ છોડી દેશે. પરંતુ બાદમાં ભાજપ નેતૃત્વએ તેમને સાંસદ પદે રહેવા માટે મનાવી લીધા હતા.
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube