કોલકત્તાઃ પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના બીજા કાર્યકાળમાં પ્રથમવાર કેબિનેટમાં ફેરફાર કરવા જઈ રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખી કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે. આસનસોલથી સાંસદ સુપ્રિયોએ ફેસબુક પોસ્ટ પર આ વાતની જાણકારી આપી છે. આ પોસ્ટમાં રાજીનામુ આપવા પર તેમનું દુખ પણ સામે આવ્યુ છે. તેમણે કહ્યું કે, મને રાજીનામુ આપવા માટે કહેવામાં આવ્યું અને મેં આપી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાબુલ સુપ્રિયોએ મંત્રી પરિષદમાં સ્થાન આપવા માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, તે ખુશ છે કે તેમના ઉપર ભ્રષ્ટાચારના એકપણ દાગ નથી. તે પોતાના સંસદીય ક્ષેત્રના લોકોની સતત સેવા કરી રહ્યાં છે. સુપ્રિયોએ પોતાની પોસ્ટમાં લખ્યુ- જ્યારે ધુમાડો ઉઠે છે તો ક્યાંક ને ક્યાંક આગ જરૂર હોય છે. હું ખુદ તમને કહેવા ઈચ્છુ છું કે મેં મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે. મને આમ કરવા માટે કહેવામાં આવ્યું અને મેં કરી દીધું. 


સિંધિયા, રાણે, પશુપતિ પારસ સહિત 43 નેતાઓ બનશે મંત્રી, સામે આવ્યું લિસ્ટ


સુપ્રિયા સિવાય આ મંત્રીઓએ આપ્યું રાજીનામુ
બાબુલ સુપ્રિયો મોદી મંત્રીમંડળમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી હતા. ઉલ્લેખનીય છે કે સુપ્રિયો સિવાય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, એચઆરડી મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, સંતોષ ગંગવાર, દેબોશ્રી ચૌધરી અને ડીવી સદાનંદ ગૌડાએ મોદી મંત્રીમંડળમાંથી રાજીનામુ આપી દીધુ છે. આ સિવાય સંજય ધોત્રે અને રાવ સાહેબ દાનવેએ પણ રાજીનામુ આપ્યું છે. તો થાવરચંદ ગેહલોતને મંગળવારે કર્ણાટકના રાજ્યપાલ બનાવી દેવામાં આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube