બચપન કા પ્યાર ફેમ સહદેવ અકસ્માતમાં ઈજાગ્રસ્ત, માથામાં ગંભીર ઈજા, બાદશાહે કર્યુ ટ્વીટ
પ્રાપ્ત જાણકારી અનુસાર સહદેવ પોતાના પિતાની સાથે બાઇક પર જઈ રહ્યો હતો. બાઇક પર ત્રણ લોકો સવાર હતા. સહદેવ પાછળ બેઠો હતો. શબરી નગર પહોંચ્યા તો બાઇક સ્લીપ થઈ ગઈ હતી.
રાયપુરઃ 'બચપન કા પ્યાર' ગીતથી જાણીતો બનેલો છત્તીસગઢનો છોકરો સહદેવ દિરદો મંગળવારે એક રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થઈ ગયો છે. તે શબરી નગરમાં દુર્ઘટનાની ઝપેટમાં આવી ગયો છે. જાણવા મળી રહ્યું છે કે સહદેવના માથામાં ગંભીર ઈજા થઈ છે. ત્યારબાદ તેને જગદલપુર રેફર કરવામાં આવી રહ્યો છે. દુર્ઘટનાની માહિતી મળતા કલેક્ટર વિનીત નંદનવાર પહોંચ્યા હતા અને જિલ્લા હોસ્પિટલના ડોક્ટરો સાથે ચર્ચા કરી હતી. તો એસપી સુનીલ શર્માએ જિલ્લા હોસ્પિટલે પહોંચ્યા અને સહદેવની સ્થિતિની જાણકારી મેળવી હતી. એસપીના નિર્દેશ પર એએસપી ઓમ ચંદેલે જગદલપુરમાં ન્યૂરોલોજિસ્ટ સાથે ચર્ચા કરી હતી. તો રેપર બાદશાહે ટ્વીટ કરી તેમના પરિવારની સાથે હોવાની વાત કહી છે.
બાદશાહે કહ્યુ- પરિવારની સાથે બનાવ્યુ હતુ રીમિક્સ
તો દુર્ઘટનાની સૂચના મળતા રેપર બાદશાહે ટ્વીટ કરી કહ્યુ કે, હું સહદેવના પરિવાર અને મિત્રોના સંપર્કમાં છું. સાથે તેણે પ્રશંસકોને સહદેવ માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. મહત્વનું છે કે છત્તીસગઢનો રહેવાસી સહદેવનું બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે ગીત ખુબ પોપ્યુલર થયું હતું. નક્સલ પ્રભાવિત ક્ષેત્ર પેંદલનાર સ્કૂરમાં પાંચમાં ધોરણમાં અભ્યાસ સમયે 26 જાન્યુઆરીની તૈયારી દરમિયાન સહદેવે આ ગીત ગાયુ હતું. સ્કૂલમાં ગવાયેલા આ ગીત પર અનેક લોકોએ રીલ્સ બનાવી હતી. જાણીતા રેપર બાદશાહે પણ સહદેવના આ ગીતનું રીમિક્સ વર્ઝન તૈયાર કર્યુ હતું. બાદશાહની સાથે આ વીડિયોમાં સહદેવ પણ જોવા મળ્યો હતો. આ સિવાય સહદેવના ગીત પર તમામ સેલેબ્સે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવી છે.
COVID 19 Cases In Delhi: દિલ્હીમાં કોરોના વિસ્ફોટ, 500ની નજીક નવા કેસ નોંધાયા
સીએમ સાથે આવી ચુક્યો છે નજર
સહદેવની પોપ્યુલારિટીનો અંદાજો તે વાતથી લગાવી શકાય છે કે તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ સાથે પણ નજર આવી ચુક્યો છે. મુખ્યમંત્રી સાથે સહદેવનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં સહદેવ કહે છે કે છત્તીસગઢના બે લોકો ફેમસ છે. એક અમારા કક્કા અને એક અમે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube