ગુજરાત, મહારાષ્ટ્ર...... દેશમાં કોરોનાના 5 અશુભ સંકેત
અત્યાર સુધી કોરોના વાયરસ (Coronavirus)ના 2139 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ આંકડો ભારતમાં કુલ કન્ફર્મ મામલાના 12.3 ટકા છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીએ ભારતમાં કહેર વર્તાવ્યો છે. રવિવાર (19 એપ્રિલ)ના દેશભરમાં 1612 નવા મામલા સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 552, ગુજરાતમાં 367 અને ઉત્તર પ્રદેશમાં 179 કેસ આવ્યા જે આ રાજ્યોમાં એક દિવસમાં સૌથી મોટો આંકડો છે. આ રાજ્યોમાં જ્યારે મામલા વધ્યા તો દેશના કુલ મામલામાં રવિવારે 10 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. દેશમાં અત્યાર સુધી 17 હજાર કરતા વધુ કેસ સામે આવ્યા છે.
કોરોનાના 5 ખરાબ સિગ્નલ
- રવિવારે 1612 નવા કેસ સામે આવ્યા, જે એક દિવસમાં સૌથી વધુ છે. આ પહેલા શનિવારે 1266 મામલા સામે આવ્યા હતા.
- મામલામાં એક દિવસની અંદર 10 ટકાથી વધુ વધારો, ભારતમાં કોરોના વાયરસના 17325 કેસ થઈ ગયા છે.
- મહારાષ્ટ્રમાં કોરોના કેસોની સંખ્યા ચાર હજારને પાર, દિલ્હીમાં ત્રણ હજારથી વધુ કેસ
- ભારતમાં કોરોના વાયરસના 36 ટકા મામલા માત્ર મહારાષ્ટ્ર અને દિલ્હીથી છે. અત્યાર સુધી ભારતમાં કોવિડ-19ને કારણે 560 લોકોના મોત થયા છે.
ભારતે મુસલમાનો વિરુદ્ધ ભેદભાવના પાકિસ્તાનના આરોપો પર આપ્યો વળતો જવાબ
દેશમાં રવિવારે 39 મોત
મહારાષ્ટ્રમાં રવિવારે 12 લોકોનું કોરોનાથી મૃત્યુ થયું હતું. આ સિવાય ગુજરાતમાં 10, મધ્ય પ્રદેશમાં 5 અને તેલંગણામાં 3 લોકોના મોત થયા હતા. દિલ્હી, કેરલ અને રાજસ્થાનમાં બે-બે લોકોએ જીવ ગુમાવ્યા છે. દિવસમાં 39 મોત થયા, આ રીતે દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 560 થઈ ગયો છે. આ વચ્ચે ગોવાથી સારા સામાચાર આવ્યા છે. તે દેશનું પ્રથમ રાજ્ય બની ગયું જેણે ખુદને કોવિડ-19થી મુક્ત કરી દીધું છે. અહીં રવિવારે સાતમાં અને છેલ્લા દર્દીને પણ રજા આપી દેવામાં આવી છે.
મહારાષ્ટ્ર, દિલ્હીમાં સ્થિતિ વધુ ખરાબ
મહારાષ્ટ્રમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ છે. અહીં રવિવારે ન માત્ર રાજ્ય, પરંતુ મુંબઈમાં પણ એક દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. દેશની આર્થિક રાજધાનીમાં 456 નવા મામલા જોડાયા અને 6 લોકોના મોત થયા છે. રાજ્યમાં કોવિડ-19 મામલાની સંખ્યા 4200ને પાર પહોંચી ગઈ છે. અહીં અત્યાર સુધી 223 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કુલ દર્દીઓની સંખ્યા 2003 થઈ ગઈ છે. રવિવારે અહીં 110 કેસ આવ્યા હતા. ગુજરાતમાં અત્યાર સુધી 1743 પોઝિટિવ મામલા સામે આવ્યા છે. મહારાષ્ટ્ર, દિલ્હી બાદ કોરોનાના સૌથી વધુ દર્દી ગુજરાતમાં છે.
કોરોનાના મહા સંકટમાં અમદાવાદ, હજુ લોકો નહીં ચેતે તો સ્થિતિ બનશે વધુ ખરાબ
ગુજરાતમાં મૃત્યુઆંક પણ વધુ
મોર્ટલિટી રેટ પ્રમાણે પણ ગુજરાત દેશમાં ત્રીજા નંબર પર છે. મહારાષ્ટ્ર (211) અને મધ્યપ્રદેશ (72) બાદ ગુજરાતનો નંબર આવે છે જ્યાં અત્યાર સુધી 63 લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં અમદાવાદમાં સૌથી વધુ કેસ છે. અમદાવાદમાં 1101 કેસ સામે આવી ચુક્યા છે. સૂતરમાં 242 જ્યારે વડોદરામાં 180 કોરોના સંક્રમિતો છે. રાજ્યમાં રિકવર થનારા દર્દીઓનો આંકડો રવિવારે 100ને પાર પહોંચ્યો હતો. અત્યાર સુધી 105 લોકો સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...