Assam Assembly Election: `કોઈ પણ રીતે ભાજપને હરાવવાનો છે, કુરબાની આપવા તૈયાર`
AIUDF એ ઝી મીડિયા સાથે ખાસ વાતચીતમાં પોતાની પાર્ટીની રણનીતિ વિશે જણાવ્યું. તેમણે જણાવ્યું કે અમારો મક્સદ ફક્ત ભાજપને હરાવવાનો છે.
ગુવાહાટી: અસમ (Assam) માં 27 માર્ચથી ત્રણ તબકકામાં વિધાનસભા ચૂંટણી (Assembly Election) યોજાવવાની છે. આ માટે તમામ પાર્ટીઓએ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન AIUDF એ ઝી મીડિયા સાથે ખાસ વાતચીતમાં પોતાની પાર્ટીની રણનીતિ વિશે જણાવ્યું. તેમણે જણાવ્યું કે અમારો મક્સદ ફક્ત ભાજપને હરાવવાનો છે.
અસમની ધુબરી બેઠકથી લોકસભા સાંસદ બદરૂદ્દીન અજમલે (Badruddin Ajmal) કહ્યું કે અમારી રણનીતિ ફક્ત વન પોઈન્ટ છે. અમારા ગઠબંધનની સાતેય પાર્ટીઓનો મક્સદ કોઈ પણ રીતે ભાજપને હરાવવાનો છે અને તેમને (ભાજપ) મિનિસ્ટ્રીમાંથી આઉટ કરી પોતાની મિનિસ્ટ્રી બનાવવી. આ ઉપરાંત તેમણે શહરિયત તરમીમી કાનૂન (CAA) વિશે કહ્યું કે અમે CAA ને પહેલેથી રિજેક્ટ કરી ચૂક્યા છીએ. અસમની જનતાએ આ કાયદાને હજુ સુધી બિલકુલ કબૂલ કર્યો નથી. કેન્દ્ર સરકાર તેને થોપવા માંગે છે પરંતુ અમે આ કાયદાને પહેલેથી માન્યો નથી અને આજે પણ નથી માનતા. CAA ને હંમેશા માટે ખતમ કરી દઈશું.
'ભાજપને હરાવવા કોઈ પણ કુરબાની આપવા તૈયાર'
અત્રે જણાવવાનું કે રાજ્યમાં ભાજપને હરાવવા માટે બદરૂદ્દીન અજમલે કમર કસી છે. જો કે તેઓ તેમા કેટલા સફળ થશે તે તો આવનારો સમય જ જણાવશે. આ અગાઉ પણ તેમણે એક નિવેદન બહાર પાડીને ભાજપ માટે મુસિબત ઊભી કરી. તેમણે કહ્યું કે ભાજપને હરાવવા માટે અમે કુર્બાની (સીટોની) સુદ્ધા આપવા તૈયાર છીએ. તેનો અર્થ એ થયો કે AIUDF અને કોંગ્રેસ વચ્ચે સીટોને લઈને નારાજગીનો કોઈ સવાલ ઉઠતો નથી. આ પહેલા રાજ્યના મુસ્લિમ મતો બે ભાગમાં વહેંચાતા હતા. કોંગ્રેસ અને AIUDF. પરંતુ આ વખતે ભેગા થઈ જતા ભાજપની મુશ્કેલીઓ વધવી સ્વભાવિક છે.
મોદી લહેરમાં પણ બદરૂદ્દીને દેખાડ્યો દમ
અત્રે જણાવવાનું કે રાજ્યની કુલ વસ્તીમાં લગભગ 36 ટકા મુસ્લિમ વસ્તી છે. 33 વિધાનસભા બેઠકો એવી છે કે જેના પર મુસ્લિમ મતદારોનો સીધો પ્રભાવ પડે છે. બદરૂદ્દીન તે વોટર્સને લોભાવવામાં લાગ્યા છે. મૌલાના બદરૂદ્દીનની અસમમાં સારી એવી પેઠ છે. તેમની પાર્ટીએ વર્ષ 2014માં થયેલી લોકસભા ચૂંટણીમાં પણ 3 બેઠકો મેળવી હતી. જ્યારે સમગ્ર દેશમાં મોદી લહેર હતી.
Assam election 2021: ભાજપ ગઠબંધનમાં સીટોનો ફોર્મૂલા તૈયાર, 92 સીટો પર લડશે ભાજપ
આ રીતે અસમમાં બનાવી પેઠ
બદરૂદ્દીન અજમલે વર્ષ 2005માં પોતાની પાર્ટી અસમ યુનાઈટેડ ડેમોક્રેટિક ફંટ (AUDF) ની સ્થાપના કરી હતી અને આગામી વર્ષે થનારી ચૂંટણીમાં તેમણે 10 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારબાદ AUDF નું નામ બદલીને AIUDF (ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ) કરી દેવાયુ. ત્યારબાદ વર્ષ 2011માં થયેલી વિધાનસભા ચૂંટમીમાં AIUDF એ ગત વખત કરતા 8 બેઠક વધુ જીતી. એટલે કે આ વખતે AIUDF એ 18 બેઠકો મેળવી. જો કે ત્યારબાદ તો 2016માં થયેલી ચૂંટણીમાં 13 બેઠકો પર જ સંતુષ્ટ થવું પડ્યું. માત્ર ગણતરીના વર્ષોમાં બદરૂદ્દીને રાજ્યમાં સિક્કો જમાવી દીધો.
Video: કાચાપોચા લોકો ન જોતા આ વીડિયો, પુત્રીનું કપાયેલું માથું હાથમાં લઈને ફરી રહ્યો છે હત્યારો બાપ
અસમમાં 27 તારીખથી મતદાન
ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા (ECI) ના જણાવ્યાં મુજબ અસમમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. જેમાં પહેલા તબક્કાનું મતદાન 27મી માર્ચે 47 બેઠકો માટે થશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 39 બેઠકો માટે પહેલી એપ્રિલે થશે. જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન 6 એપ્રિલના રોજ 40 બેઠકો માટે થશે. મતગણતરી 2જી મેના રોજ થશે. અસમમાં વિધાનસભાની કુલ 126 બેઠકો છે અને હાલ ભાજપની સરકાર છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube