Fees For Katha: IAS, IPSના આખા વર્ષના પગાર કરતા વધારે છે આ બાબાની એક દિવસની ફી! સ્ટાર જેવી છે લાઈફસ્ટાઈલ
Dhirendra Krishna Shastri Fees For Katha: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કહી રહ્યા છે કે હું દેશનો સૌથી મોંઘો ગુરુ છુ..
Bageshwar Dham Dhirendra Krishna Shastri Fees: છતરપુર સ્થિત બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મહારાજ વિશે વાત કરવામા આવે તો તેઓ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે અને તેમના કોઈને કોઈ સમાચાર આવતા રહે છે. હાલમાં જ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દેશભરમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગયા છે અને તેના કારણે લોકોમાં તેમના વિશે અનેક સવાલો છે. તેમાંના ઘણા એ પણ જાણવા માંગે છે કે કથાવાચક ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કથા કરવા માટે પૈસા લે છે? અને જો તેઓ પૈસા લે છે, તો કેટલા? ચાલો તમને તેના વિશે જણાવીએ...
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ફી
ચાલો તમને જણાવીએ કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કથા કરવા માટે પૈસા લે છે કે નહીં અને જો લે છે તો કેટલા પૈસા લે છે. આ બાબતની માહિતી સચોટ અને સત્તાવાર નથી. અલગ-અલગ વેબસાઈટ પર અલગ-અલગ માહિતી હોય છે. કેટલીક વેબસાઇટ્સ દાવો કરે છે કે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એક દિવસ માટે લગભગ 10-15 હજાર રૂપિયા ચાર્જ કરે છે અને દર મહિને 5-7 લાખ રૂપિયા કમાય છે.
અમે ભારતના સૌથી મોંઘા ગુરુ છીએઃ ધીરેન્દ્ર શાસ્ત્રી
જો કે એક વીડિયોના આધારે એવું પણ કહી શકાય કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એક કથા કરવા માટે એક કરોડ રૂપિયા ચાર્જ કરે છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પોતે કહે છે કે અત્યારે તેઓ ભારતના સૌથી મોંઘા ગુરુ છે અને કથા કરવા માટે એક કરોડતો જોઈએ...અમે દક્ષિણા લેતા નથી. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની આ વાત પરથી એવું લાગે છે કે તેઓ એક કથા કહેવા માટે એક કરોડ રૂપિયા લે છે, પરંતુ આ વાત કેટલી સાચી છે કે નહીં? તેણે કયા સંદર્ભમાં આ વાત કરી કે મજાકમાં કહ્યું, આ વાતની ખબર નથી.
આ પણ વાંચો:
શક્તિપીઠ અંબાજીના મોહનથાળનો પ્રસાદ ભાજપને ભારે પડ્યો, હવે નેતાઓ કરી રહ્યા છે ખુલાસા
હોળી ધૂળેટીનો તહેવાર બની શકે છે સુપરસ્પ્રેડર! અ'વાદમાં દર બે કલાકે એક કોરોના કેસ
રાશિફળ 06 માર્ચ: આ જાતકોને ગ્રહગોચરથી ધન-સંપત્તિમાં થશે વધારો, શત્રુઓ નતમસ્તક થશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube