કર્ણાટક: બજરંગ દળના કાર્યકરની હત્યાથી ભારે તણાવ, પથ્થરમારો થયો, શહેરમાં કલમ 144 લાગૂ
કર્ણાટકના શિવમોગામાં 24 વર્ષના એક યુવક હર્ષાની હત્યા કરી દેવાઈ છે. ત્યારબાદ શિવમોગામાં તણાવની સ્થિતિ બનેલી છે. અહીં પોલીસે કલમ 144 લાગૂ કરી દીધી છે. મૃતક બજરંગ દળનો કાર્યકર હોવાનું કહેવાય છે.
શિવમોગા: કર્ણાટકના શિવમોગામાં 24 વર્ષના એક યુવક હર્ષાની હત્યા કરી દેવાઈ છે. ત્યારબાદ શિવમોગામાં તણાવની સ્થિતિ બનેલી છે. અહીં પોલીસે કલમ 144 લાગૂ કરી દીધી છે. મૃતક બજરંગ દળનો કાર્યકર હોવાનું કહેવાય છે.
અત્રે જણાવવાનું કે રવિવારે રાતે કર્ણાટકના શિવમોગા શહેરમાં બજરંગ દળના કાર્યકર હર્ષાની હત્યા બાદ જિલ્લામાં સ્થિતિ તણાવપૂર્ણ છે. શિવમોગામાં હાલ સ્થિતિને કાબૂમાં રાખવા માટે કલમ 144 લાગૂ કરાઈ છે. આ સાથે જ શિક્ષણ સંસ્થાઓ પણ બંધ કરી દેવાઈ છે.
અત્રે જણાવવાનું કે 23 વર્ષના હર્ષાની હત્યા રવિવારે રાતે અજાણ્યા બદમાશોએ શિવમોગાના ભારતી કોલોની સ્થિત કામત પેટ્રોલ પંપ પાસે કરી. જો કે હર્ષાની હત્યાનું કારણ હજું સામે આવ્યું નથી.
હત્યાની ઘટના બાદ સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ છે. શિવમોગામાં પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ ઘટી છે. હાલ સ્થિતિ તણાવપૂર્ણ પરંતુ કાબૂમાં છે. કર્ણાટકના ગૃહમંત્રી અરગા જ્ઞાનેન્દ્રએ મૃતકના પરિજનો સાથે મુલાકાત કરી. આ સાથે જ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. પોલીસ દ્વારા એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે અને આ મામલે તપાસ હાથ ધરાઈ છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube