પહેલવાન બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટે કરી સગાઈ, આવતા વર્ષે થશે લગ્ન
બજરંગ પુનિયાએ જણાવ્યું કે, તેઓ સાત નહીં પરંતુ 8 ફેરા ફરશે. આઠમા ફેરા સાથે તે દેશને `બેટી બચાઓ, બેટી પઢાઓ`નો સંદેશો આપવા માગે છે.
રાજેશ ખત્રી/સોનીપતઃ ભારતીય સ્ટાર પહેલવાન બજરંગ પુનિયાએ સંગાતા ફોગાટ સાથે રવિવારે સગાઈ કરી છે. રવિવારે અત્યંત સાદગીપૂર્ણ સમારોહમાં સોનીપતમાં બંનેનો સંબંધ પાકો થયો હતો. આ દરમિયાન બજરંગ પુનિયાએ જણાવ્યું કે, તે ઓલિમ્પિક પછી પરિવારની સહમતિ બાદ લગ્ન કરશે. તેણે જણાવ્યું કે, દહેજ વગર સંગીતા સાથે લગ્ન થશે. લગ્ન દરમિયાન તે સાત નહીં પરંતુ આઠ ફેરા લેશે. પુનિયાએ જણાવ્યું કે, 8મા ફેરા સાથે તે દેશને 'બેટી બચાઓ, બેટી પઢાઓ'નો સંદેશો આપવા માગે છે.
સંગીતા ફોગાટ દંગલ ફિલ્મના રિયલ હીરો મહાવીર ફોગાટની સૌથી નાની પુત્રી છે. સોનીપતના મોડલટાઉનમાં બજરંગ પુનિયાના ઘરે ખુબ જ સાદગી સાથે સગાઈની વિધી કરવામાં આવી હતી. આ સમારોહમાં બંને પરિવારના નજીકના લોકો જ સામેલ થયા હતા. આ દરમિયાન બજરંગ પુનિયાએ જણાવ્યું કે, તે ઓલિમ્પિકમાં મેડલ જીતીને તેમના પિતાને આપેલું વચન પુરું કરશે.
ICC World Test Championship : ભારતના વિજય પછી પોઈન્ટ ટેબલમાં આવ્યો મોટો ફેરફાર
જુઓ LIVE TV....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube