નવી દિલ્હી: દિલ્હી (Delhi) ના મંગોલપુરી વિસ્તારમાં જય શ્રીરામના નારા લગાવવા બદલ બજરંગ દળના કાર્યકર રિંકુ શર્મા (Rinku Sharma) ની હિચકારી હત્યા કરી દેવામાં આવી. જેને લઈને સોશિયલ મીડિયામાં ગુસ્સો ફાટી પડ્યો છે. લોકોનું કહેવું છે કે મોબ લિંચિંગ અને દેશમાં સેક્યુલરિઝમ (Secularism) પર લેક્ચર આપનારા લોકો હવે કેમ ચૂપ છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના નેતા કપિલ મિશ્રાએ કરી ટ્વીટ
ભાજપના નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરીને કહ્યું કે રામ મંદિર માટે નિધિ સમર્પણ સાથે જોડાયેલા રિંકુ શર્માજીની હત્યા દિલ્હીમાં આવો પહેલો અપરાધ નથી. અંકિત સક્સેના, ધ્રુવ ત્યાગી, ડો.નારંગ, રાહુલ, અંકિત શર્મા બધાને આ જ રીતે મારવામાં આવ્યા હતા. આખરે કેમ? આખરે ક્યાં સુધી?


Ghulam Nabi Azad ક્યારે BJP માં જોડાશે? કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આપ્યો આ જવાબ 


શ્રીરામ પર રેલી કાઢવાથી થઈ હતી અણબન
આ બાજુ પરિવારનું કહેવું છે કે રિંકુની હત્યા એટલે થઈ કારણ કે તે વિસ્તારમાં જય શ્રીરામના નારા લગાવતો હતો. પરિવારના જણાવ્યાં મુજબ રિંકુ શર્માએ 5 ઓગસ્ટના 2020ના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ શરૂ થવા પર વિસ્તારમાં શ્રી રામ રેલી કાઢી હતી. ત્યારે પણ આરોપી પક્ષના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદથી જ આરોપીઓએ રિંકુ શર્માને ટાર્ગેટ પર લીધો હતો. 


China તો પાછળ હટ્યું, પણ Rahul Gandhi ક્યારે સ્વીકારશે! રાજકારણ માટે થઈ PM માટે આવા શબ્દોનો ઉપયોગ?


બજરંગ દળ સાથે જોડાયેલો હતો રિંકુ શર્મા
મૃતક રિંકુ શર્માના ભાઈ મનુ શર્માએ ઝી ન્યૂઝને જણાવ્યું હતું કે તે બજરંગ દળ સાથે જોડાયેલો છે અને મંગોલપુરના હનુમાન ચાલીસાન પ્રમુખ છે. 5 ઓગસ્ટના રોજ શ્રી રામ મંદિર બનવાના ઉપલક્ષ્યમાં અમે વિસ્તારમાં શ્રીરામ રેલી કાઢી હતી. ત્યારે  પણ અમારી સાથે આરોપીઓએ વિવાદ કર્યો હતો. તે વખતે પણ તેમણે અમને ધમકી આપી હતી. ત્યારબાદ તક મળતા જ તેમણે બુધવારે ભાઈને મારી નાખ્યો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube