નવી દિલ્હી : ભારતીય વાયુસેનાએ ફરી એકવાર પોતાની શક્તિનો પરચો આપ્યો છે. પાકિસ્તાનના બાલાકોટમાં આતંકીઓનો સફાયો કર્યા બાદ દેશનું ગૌરવ વધાર્યું હતું. જેનો વીડિયો જાહેર કરાયો છે. આ વીડિયોમાં ભારતીય વાયુસેનાના વિમાનો દ્વારા કેવી રીતે આતંકીઓનો સફાયો કરાયો એ સ્પષ્ટ દેખાય છે. એરફોર્સ દ્વારા આ વીડિયો જાહેર કરાતાં ફરી એકવાર દેશવાસીઓને સેના પ્રત્યે ગૌરવની લાગણી થઇ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

14 ફેબ્રુઆરીએ પુલવામા આતંકી હુમલા બાદ ભારત તરફથી સરહદ પાર પાકિસ્તાનની અંદર ઘૂસીને બાલાકોટમાં કરાયેલ એર સ્ટ્રાઇકના પુરાવા પહેલી વખત જાહેર કરાયા છે. વાયુસેનાની પ્રમોશનલ ફિલ્મમાં 26 ફેબ્રુઆરીએ બાલાકોટ એર સ્ટ્રાઇકના ફૂટેજના અંશ દર્શાવાયા છે. 8 ઓક્ટોબરે વાયુસેના દિવસ મનાવાય છે. એ પહેલા એરફોર્સ ડે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વીડિયો દર્શાવાયો છે. જેમાં ઓપરેશન બાલાકોટને અંજામ કેવી રીતે અપાયો એ દર્શાવાયું છે. આ ઓપરેશનને અંજામ આપનારા બહાદુર જવાનોના વીડિયો ફૂટેજ દર્શાવાયા છે. જુઓ વીડિયો



એરફોર્સ વડા એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરિયાએ કહ્યું કે, ગત વર્ષે વાયુસેનાએ ઘણી મહત્વપૂર્ણ સિધ્ધિઓ મેળવી છે. જેમાં 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં આતંકી કેમ્પોને સફળતાપૂર્વક નિશાન બનાવાયા હતા. આતંકી કેમ્પોનો સફાયો કરાયો હતો. તેમણે એ પણ કહ્યું કે, 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સાથે હવાઇ લડાઇમાં પાકિસ્તાનનું એક F-16 વિમાન નષ્ટ થયું હતું.